Vadodara: વડોદરાનો સરદાર બાગ સ્વિમિંગ પુલ 4 વર્ષથી કોના પાપે બંધ ?
અહેવાલ--દિકેશ સોલંકી, વડોદરા વડોદરાનો સરદાર બાગ સ્વિમિંગ પુલ મહાનગરપાલિકાના પાપે છેલ્લા 4 વર્ષથી બંધ છે. પાલિકાએ આ સ્વિમીંગ પુલ 1982માં બનાવ્યો હતો અને પશ્ચિમ વડોદરાના નાગરીકો તેનો ઉપયોગ કરી રહ્યા હતા. સ્વિમિંગ પુલમાં 9500 આજીવન સભ્યો વડોદરા કોર્પોરેશને વર્ષ 1982માં...
Advertisement
અહેવાલ--દિકેશ સોલંકી, વડોદરા
વડોદરાનો સરદાર બાગ સ્વિમિંગ પુલ મહાનગરપાલિકાના પાપે છેલ્લા 4 વર્ષથી બંધ છે. પાલિકાએ આ સ્વિમીંગ પુલ 1982માં બનાવ્યો હતો અને પશ્ચિમ વડોદરાના નાગરીકો તેનો ઉપયોગ કરી રહ્યા હતા.
સ્વિમિંગ પુલમાં 9500 આજીવન સભ્યો
વડોદરા કોર્પોરેશને વર્ષ 1982માં અલકાપુરી વિસ્તારમાં સરદાર બાગ સ્વિમિંગ પુલ બનાવ્યો હતો. સ્વિમિંગ પુલમાં 9500 આજીવન સભ્યો છે પણ કોર્પોરેશનના સ્માર્ટ શાસકો અને અધિકારીઓએ છેલ્લા 4 વર્ષથી મેઇન્ટેનન્સના નામે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ કરી દીધો છે. જો કે નવાઇની વાત એ છે કે મેઇન્ટેનન્સના નામે બંધ કરાયેલા સ્વિમિંગ પુલમાં હાલ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સનું કામ ચાલતું નથી.
78 લાખના ખર્ચે સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સનું કામ
સરદાર બાગ સ્વિમિંગ પુલનો કોટ તૂટી ગયો છે, સાથે જ સ્વિમિંગ પુલનું ફ્લોર પણ લીકેજ થઈ ગયું છે તેમ છતાં મેઇન્ટેનન્સનું કામ કરાયું નથી. કોર્પોરેશનના સ્માર્ટ શાસકો અને અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવી રહ્યા છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને અંદાજિત 78 લાખના ખર્ચે સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે..
એક વર્ષથી પાલિકાના શાસકો ટેન્ડર પ્રક્રિયાની વાતો કરી રહ્યા છે
વડોદરા શહેરમાં પાલિકા સંચાલીત 4 સ્વિમિંગ પૂલ છે, જેમાં સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સૌથી વધુ આજીવન સભ્યો નોંધાયેલા છે. સરદાર બાગ ઉપરાંત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ પૂરતું પાણી ન હોવાના લીધે બંધ છે જેના કારણે સ્વિમરો અને શિખાઉ સભ્યોને મુશ્કેલી પડી રહી છે.. પાલિકા સંચાલિત કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગ પુલ જ હાલમાં ચાલુ છે પણ ખાટલે મોટી ખોડ છે કે તેમાં પણ પૂરતો સ્ટાફ નથી. પાલિકાના વિપક્ષ નેતા કહે છે કે કોર્પોરેશન લોકો સાથે છેતરપિંડી કરી રહ્યું છે છેલ્લા એક વર્ષથી પાલિકાના શાસકો ટેન્ડર પ્રક્રિયાની વાતો કરી રહ્યા છે પણ કામગીરી કરાતી નથી સરદાર બાગ સ્વિમિંગ પુલના સિક્યોરિટી ગાર્ડ પણ કબૂલી રહ્યા છે કે અહીં કોઈ મેઇન્ટેનન્સ કામ કરવામાં આવતું નથી.
ખાનગી સંસ્થાને સ્વિમિંગ પૂલનો વહીવટ સોંપવાનો કારસો
મહત્વની વાત છે કે ઉનાળો અને વેકેશનનો સમય હોવા છતાં પાલિકા તંત્રનું પેટનું પાણી હલતું નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકાએ સરદાર બાગ સ્વિમિંગ પૂલ બંધ કરવાની વિચારણા કરી છે કે પછી કોઈ ખાનગી સંસ્થાને સ્વિમિંગ પૂલનો વહીવટ સોંપવાનો કારસો રચ્યો છે