Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tarabh Dham : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા સહયોગ આપીશું...!

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ (Tarabh Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી દેવાધિદેવ મહાદેવના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ...
05:18 PM Feb 19, 2024 IST | Vipul Sen

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ (Tarabh Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી દેવાધિદેવ મહાદેવના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેમણે કહ્યું કે, અહીં વાળીનાથ મહાદેવનું (Tarbha Valinath Dham) ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિર ધાર્મિક કાર્ય સાથે શિક્ષણ, ગૌ સેવા અને સંસ્કાર નિર્માણનું કેન્દ્ર બની રહેશે. આ સાથે તેમણે એક મોટી જાહેરાત પણ કરી હતી.

તરભ વાળીનાથ મહાદેવ ધામ (Tarbha Valinath Dham) ખાતે નૂતન શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા અને ભગવાન વાળીનાથના દર્શન કર્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, અહીં ભગવાન શિવના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આ ધામ રબારી માલધારી સમાજ (Rabari Maldhari Community) માટે આસ્થાનું કેન્દ્ર છે. માલધારી સમાજની ગૌ સેવાનું પુણ્ય આજે પ્રગટ્યું છે. તેમણે કહ્યું કે, આ ધામ ધાર્મિક કાર્ય સાથે શિક્ષણ, ગૌ સેવા અને સંસ્કાર નિર્માણનું કેન્દ્ર બની રહેશે. આ મહાયોગ, સમગ્ર ગુજરાતના લોકોને શક્તિ, શ્રદ્ધા અને ભક્તિ આપશે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી

'રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા સહયોગ આપીશું'

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, જ્ઞાન અને ગંગાનો અહીં અનોખો સંયોગ છે. એટલે રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા અંગે સહયોગ આપીશું. વિધાનસભામાં બિલ આવશે તો પાછા નહીં રહીએ. તેમણે આગળ કહ્યું કે, આ ધરતી પર દેશના વડાપ્રધાન રમીને મોટા થયા છે. ત્યારે આ અવસરે વડાપ્રધાન અહીં પધારી રહ્યા છે, એટલે સોનામાં સુગંધ ભળશે. તેમણે કહ્યું કે, પ્રભુની ઈચ્છા હોય ત્યારે જ આવા કાર્ય થાય છે.

જણાવી દઈએ કે, તરભ ધામ (Tarabh Dham) ખાતે આયોજિત આ મહોત્સવમાં દેશના ખૂણેખૂણેથી ભક્તો પધારી રહ્યા છે. 22 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ચારેય દિશાઓમાંથી સંતો, મહંતો અને માઠાધિપતિઓ હાજર રહેવાના છે. અહીં મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Tarabh Dham Pran Pratishtha Mohotsav) દરમિયાન મહાયજ્ઞ, શિવમહાપુરાણ, મહાપ્રસાદ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22મીએ વાળીનાથ ધામની મુલાકાત લેવાના છે. PM મોદીના હસ્તે ભગવાન શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે આ કાર્યક્રમને લઈને વિસ્તારમાં મહેસાણા જિલ્લા પોલીસ (MEHSANA Police) દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે.

 

આ પણ વાંચો - વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા, રોજ ઉમટે છે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ

Tags :
Assembly Speaker Shankar ChaudharyGujarat FirstGujarati NewsKutchLord ShivaLord ValinathMehsanaNorth Gujaratpm modiPran Pratishtha festivalRabari CommunityTarabh Dham Pran Pratishtha MohotsavTarbha Valinath DhamVALINATH DHAMValinath Mahadev TempleVisnagar
Next Article