Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : બેંગલુરુ જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાનું લશ્કર-એ-તૈયબાનું કાવતરું! તપાસનો રેલો મહેસાણા-અમદાવાદ સુધી

દેશની તપાસ એજન્સી એનઆઈએ (NIA) દ્વારા રાષ્ટ્રવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંગલુરું જેલમાં બંધ કેદીઓને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- તૈયબા (LeT) દ્વારા કટ્ટરપંથી બનાવવા અને મની ટ્રાન્સફર કેસની તપાસ હેઠળ કર્ણાટકના બેંગલુરું શહેર સહિત દેશના 7 રાજ્યોમાં 17...
08:23 AM Mar 07, 2024 IST | Vipul Sen

દેશની તપાસ એજન્સી એનઆઈએ (NIA) દ્વારા રાષ્ટ્રવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંગલુરું જેલમાં બંધ કેદીઓને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- તૈયબા (LeT) દ્વારા કટ્ટરપંથી બનાવવા અને મની ટ્રાન્સફર કેસની તપાસ હેઠળ કર્ણાટકના બેંગલુરું શહેર સહિત દેશના 7 રાજ્યોમાં 17 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારે દિલ્હી અને કોલકત્તા બાદ આ કેસની તાપસ હવે ગુજરાતના (Gujarat) મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી સુધી પહોંચી છે. માહિતી મુજબ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બહુચરાજીમાં (Bahucharaji) આવેલી SBI બેન્ક સામેના નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સમાં તપાસ આદરી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

પાકિસ્તાનના (Pakistan) આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) આતંકવાદીઓ દ્વારા બેંગલુરુ (Bengaluru) જેલમાં બંધ કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કાવતરાં અને મની ટ્રાન્સફરની તપાસ સામે NIA દ્વારા રાષ્ટ્રવ્યાપી તપાસ કરવામાં આવી રહ્યી છે. કર્ણાટક, દિલ્હી (Delhi) સહિતના 7 રાજ્યોમાં 17 અલગ-અલગ સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે હવે આ તપાસનો રેલો ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી સુધી પહોંચ્યો છે. બહુચરાજીમાં આવેલ SBI બેન્ક સામેના નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સમાં NIA ની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનના સંચાલક હાર્દિક પટેલની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.

મોબાઈલ, લેપટોપ, રોકદ, દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કબજે

માહિતી મુજબ NIA ની ટીમ દ્વારા હાર્દિક પટેલના મોબાઈલ, લેપટોપ, રોકદ, દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કરવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરાઈ છે. હાર્દિક પટેલના (Hardik Patel) મોબાઈલ સહિત તેના પરિવારના અન્ય સભ્યોના મોબાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે. 7 જુલાઇ, 2023 ના રોજ બેંગલુરુ પોલીસે 7 પિસ્તોલ, 4 હેન્ડ ગ્રેનેડ, 1 મેગેઝિન અને દારૂગોળો જપ્ત કર્યા બાદ કેસ નોંધ્યો હતો. શરૂઆતમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ વધુ 1ની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 6 ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જુનૈદ અહેમદની (Junaid Ahmed) સાથે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટી. નાસિર (T. Nasir) પણ આરોપી છે. નાસિરે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં 5 લોકોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું રચ્યું હતું. હાલ, જુનૈદ અહેમદ ફરાર છે. NIA એ ઑક્ટોબર, 2023માં આ કેસની તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ જુનૈદ અહમદના ઘર સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

 

આ પણ વાંચો - Idar District: જાદરના કલર ગોડાઉનમાં આગ લાગતા રૂ. 65 લાખનો માલ બળીને ખાખ

Tags :
BahucharajiBengaluruBengaluru Central JailDelhiGujarat FirstGujarati NewsHardik PatelJunaid AhmedKarnatakaKolkataLashkar-e-TaibaMehsanaNational Investigation AgencyNIAPakistanT. Nasir
Next Article