Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

J&Kમાં એન્કાઉન્ટર, સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસારને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારો આજે સવારે ગોળીઓના ધડાકાથી ધ્રૂજી ઉઠ્યા હતા. એક સાથે બે વિસ્તારમાં એન્કાઉન્ટરને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં થયું હતું અને બીજું એન્કાઉન્ટર કુલગામમાં થયું હતું. બંને એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. કુલગામમાં અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'લશ્
j amp kમાં એન્કાઉન્ટર  સેનાના જવાનોએ લશ્કર એ તૈયબાના કમાન્ડર નિસારને ઠાર કર્યો
જમ્મુ-કાશ્મીરના મેદાની વિસ્તારો આજે સવારે ગોળીઓના ધડાકાથી ધ્રૂજી ઉઠ્યા હતા. એક સાથે બે વિસ્તારમાં એન્કાઉન્ટરને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં થયું હતું અને બીજું એન્કાઉન્ટર કુલગામમાં થયું હતું. 
બંને એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને સફળતા મળી છે. કુલગામમાં અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા'નો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે સેનાના જવાનોએ અનંતનાગમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસારને ઠાર કર્યો છે. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી આતંકવાદીઓ ખૂબ ગુસ્સામાં હોવાનું કહેવાય છે. સુરક્ષા દળો પણ તેમને ખતમ કરવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે. 
Advertisement

દરમિયાન, શનિવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના બે જિલ્લા-અનંતનાગ અને કુલગામમાં આતંકવાદી સંગઠન લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સેનાના નોર્ધન કમાન્ડના જણાવ્યા અનુસાર હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 156 આતંકીઓ સક્રિય છે. તેમાંથી 79 સ્થાનિક, જ્યારે 77 વિદેશી કાશ્મીરમાં સક્રિય છે. વળી, બે વિદેશીઓ સહિત 16 જમ્મુ ક્ષેત્રમાં સક્રિય હોવાનું કહેવાય છે. જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીમાં 15 સ્થાનિક લોકો આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

આ પહેલા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ અંસાર ગઝવત-ઉલ-હિંદ (Ansar Ghazwat-ul-Hind-AGuH) અને લશ્કર સાથે સંકળાયેલા હતા. આ આતંકવાદીઓએ ખાનમોહ-શ્રીનગરમાં સરપંચ સમીર અહેમદની હત્યા કરી નાખી હતી. તાજેતરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં 2017માં લઘુમતી સમુદાયના કુલ 11 લોકોની હત્યા કરવામાં આવી હતી, 2018માં 3 હત્યાઓ, 2019માં 6, 2020માં 3 અને 2021 સુધીમાં 11 નિર્દોષ લોકોની આતંકવાદીઓએ હત્યા કરી હતી.
બીજી તરફ, IGP કાશ્મીર વિજય કુમારે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે, ડિસેમ્બર (2021) થી માર્ચ સુધીમાં લગભગ 66 આતંકવાદીઓ (એપ્રિલમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા નથી) માર્યા ગયા છે. ઓપરેશન સતત ચાલી રહ્યું છે, જેના કારણે તેઓ હતાશ થઈને સોફ્ટ ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ 370 નાગરિકો અને 99 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. 2018માં 417, 2019માં 255, 2020માં 244 અને 2021માં 229 આતંકી હુમલા થયા હતા. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં 2014 થી 2019 સુધીના પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 177 નાગરિકો અને 406 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા. 
Advertisement

આ બધાની વચ્ચે અહીં 51,000 કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી છે. હાલમાં જ રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ માહિતી આપી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ કહ્યું કે, 2020-2021માં પ્રધાનમંત્રી વિકાસ પેકેજ હેઠળ કુલ 841 નિમણૂંકો કરવામાં આવી હતી. 2021-2022માં 1264 નિમણૂંકો કરવામાં આવી હતી. વળી, 2105 પ્રવાસીઓ કાશ્મીર ઘાટીમાં પાછા ફર્યા છે.
Tags :
Advertisement

.