કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાર્દિક પટેલ ગેરહાજર, ભાજપમાં જોડાય તેવી ફરી અટકળો
ઉદેપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગેરહાજર રહેતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ચર્ચાઓ શરુ થઇ છે. છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો પણ શરુ થઇ છે. જો કે હાર્દિક પટેલે હજુ આ મામલે મગનું નામ મરી પાડયું નથી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ફરી એ
Advertisement

ઉદેપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગેરહાજર રહેતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ચર્ચાઓ શરુ થઇ છે. છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો પણ શરુ થઇ છે. જો કે હાર્દિક પટેલે હજુ આ મામલે મગનું નામ મરી પાડયું નથી.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ફરી એક વાર ચર્ચા શરુ થઇ છે. ઉદેપુરમાં આજથી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબિર શરુ થઇ છે. જેમાં હાર્દિક પટેલે અંતર જાળવ્યું છે. આમંત્રણ હોવા છતાં હાર્દિક પટેલ ઉદેપુર ગયા નથી. ગુજરાત કોંગ્રેસના 18 નેતાઓ ચિંતન શિબિરમાં ભાગ લેવા ઉદેપુર પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને તેમના અવાર નવાર બહાર આવી રહેલા નિવેદનો પણ સૂચવે છે કે તેઓ કોંગ્રેસથી નારાજ છે. તાજેતરમાં તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાના કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો હતો. તે સમયે પણ તેઓ નારાજ હોવાની ભારે ચર્ચા ચાલી હતી. ત્યારબાદ જામનગરમાં યોજાયેલી કથા દરમિયાન પણ તેઓ ભાજપના નેતાઓને મળ્યા હતા. જો કે દાહોદમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં તેઓ હાજર રહ્યા હતા.
બીજી તરફ એવા પણ સમીકરણો રચાઇ રહ્યા છે કે હાર્દિક પટેલ ભાજપની નજીક જઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સરકારે હાર્દિક પટેલ સામે થયેલા કેસ પરત ખેંચવાના નિર્ણય કર્યા છે અને તે જ દર્શાવે છે કે ભાજપ હવે હાર્દિક પટેલ તરફ કૂણું વલણ દાખવી રહ્યું છે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પ્રત્યે બળાપો પણ વ્યકત કરી ચૂકયા છે. હાર્દિક પટેલની તમામ ગતિવિધિઓ બતાવે છે કે તેઓ ભાજપની નજીક જઇ રહ્યા છે પણ આ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી નથી. હાર્દિક પટેલ દ્વારા સતત એવા જ પ્રયત્નો થઇ રહ્યા છે કે જેથી કોઇ પણ સામાન્ય નાગરિક પણ એવું જ સમજે કે તે કોંગ્રેસનો હાથ કોઇ પણ સમયે છોડી શકે છે.
બીજી તરફ કોંગ્રેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મહત્વ અપાઇ રહ્યું છે. જીગ્નેશ મેવાણીની ધરપકડ વખતે ગુજરાત કોંગ્રેસે આંદોલન કર્યું હતું. પક્ષ સતત તેમની સાથે રહ્યો હતો. દાહોદમાં યોજાયેલી સભામાં ખુદ રાહુલ ગાંધીએ પણ જીગ્નેશ મેવાણીનો નામોલ્લેખ કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે 6 મહિના બચ્યા છે ત્યારે રાજકારણમાં અનેક ઉથલપાથલ થઇ રહી છે. તેવા સમયે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે કેમ તેની ભારે અટકળો ચાલી રહી છે. ચર્ચા ચાલી રહી છે કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ જશે. જો કે હાર્દિકે આ મુદ્દે કોઇ ફોડ પાડયો નથી.
Advertisement