Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Women's Day Special : સુરતના આ ST બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!

Women's Day Special : મહિલાઓ હવે પુરુષ સમોવડી બની ગઈ છે. મહત્તમ ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશ કરી ચુકી છે, જેને ધ્યાનમાં લઇને જ સરકારે મહિલાઓનાં ઉત્થાન માટે દરેક ક્ષેત્રમાં 33 ટકા મહિલા અનામત આપવાની ઈચ્છા જાહેર કરી હતી. જો કે, વર્ષો...
women s day special   સુરતના આ st બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે

Women's Day Special : મહિલાઓ હવે પુરુષ સમોવડી બની ગઈ છે. મહત્તમ ક્ષેત્રમાં મહિલાઓ પ્રવેશ કરી ચુકી છે, જેને ધ્યાનમાં લઇને જ સરકારે મહિલાઓનાં ઉત્થાન માટે દરેક ક્ષેત્રમાં 33 ટકા મહિલા અનામત આપવાની ઈચ્છા જાહેર કરી હતી. જો કે, વર્ષો પહેલાં મહિલાઓને એસ.ટી. નિગમે કડંક્ટરની (ST corporation) ભરતીમાં પણ 33 ટકા જગ્યા આપીને તેમને અનામત આપી હતી. ત્યારે આજે મહિલા દિવસે એવી જ એક મહિલા કડંક્ટરનાં સંઘર્ષ અંગે તેમના જીવનથી આપને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પરિચિત કરાવી રહ્યું છે...

Advertisement

GSRTC બસમાં કંડક્ટર બનવા માટેની લાયકાતમાં SSC પાસ તેમ જ RTO માન્ય કંડક્ટરનું લાઈસન્સ, ફસ્ટ એઈડ તાલીમનું વેલિડ સિર્ટિફિકેટ અને તમામ પરીક્ષાઓને પાસ કરવાનું હોય છે. સુરતનાં (Surat) કાજલબેન પટેલ (Kajalben Patel) અમરોલી વિસ્તાર ખાતે આવેલા આવાસમાં નાના એવા એક ઓરડામાં પતિ અને દીકરા સાથે રહે છે. કોઈવાર માતાનો પણ સાથ તેમને મળી રહે છે. તેઓ ઘરે એક પત્ની અને માતાની ભૂમિકા ભજવે છે. જ્યારે ઘરકામ સાથે તેઓ ઘરમાં બે પૈસાની મદદ થાય અને દીકરાનું ભવિષ્ય સુધરે તેવા હેતુસર ST બસમાં કંડક્ટરની ફરજ પર પણ જાય છે.

સુરતનાં કાજલબેન પટેલ

Advertisement

ઘરકામ સાથે બસમાં કંડક્ટરની ફરજ પણ બજાવે છે

આ અંગે કાજલબેન જણાવ્યું હતું કે, તેઓ વહેલી સવારે 06:00 વાગ્યાથી લઈને બપોરનાં 2 વાગ્યા સુધી સતત ST માં કંડક્ટરની ફરજ ભજવે છે. વહેલી સવારે ઊઠી તેઓ ઘરનું કામકાજ કરીને નોકરીએ જતાં રહે છે અને નોકરી પરથી પરત આવ્યા બાદ સૌપ્રથમ તેઓ પોતાનાં નાના એક વર્ષના પુત્રની કાળજી લઈ સાથે જ ઘરનું કામકાજ કરે છે. ત્યાર બાદ પણ ST ના જો કોઈ પ્રસંગ હોય તો તેમાં ભાગ ભજવે છે અથવા કોઈ સંબંધીઓના કોઈ કારભાર હોય તો તેમાં પણ તેઓ પોતાનો સહયોગ આપે છે. સંઘર્ષભર્યા જીવન અંગે તેમણે કહ્યું હતું કે, તકલીફો ઘણી બધી પડે છે. એક મહિલા કંડક્ટર હોવું પણ સરળ કામ નથી. કારણ કે, જ્યારે વહેલી સવારે તેઓ પોતાની ફરજ પર જતા હોય ત્યારે કેટલીક વાર તેમને ટ્રાફિકની સમસ્યા નડતી હોય છે.

સાથે જ તેઓ કંડક્ટરની ફરજ ભજવે છે તો કેટલી વાર એવું થાય છે કે કેટલાક મુસાફરો દ્વારા પણ કેટલાક બનાવો બની જતા હોય છે. કેટલાક મુસાફરો જો સરળ અને સીધા સ્વભાવના હોય તો કંડક્ટર (Bus conductor) સાથે સારો વ્યવહાર કરતા હોય છે. પરંતુ, જો કોઈ માથાભારે એકાદું ચડી આવે બસની અંદર તો મહિલાકર્મી સાથે પણ કોઈ ઉદ્ધવ વર્તન કરતાં તેઓ અચકાતા નથી. જો કે, સુરતનાં અમરોલી આવાસમાં રહેતા કાજલબેનનો સ્વભાવ પહેલેથી ખૂબ જ સરળ છે, જેથી સામેવાળા મુસાફર પણ તેમની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા હોવાનું કાજલબેને જણાવ્યું છે.

Advertisement

પ્રેરણાસ્ત્રોત છે કાજલબેન પટેલનું જીવન

સરકારની યોજનાઓના કર્યા વખાણ

આમ તો સરકારી નોકરી ભાગ્યશાળી લોકોને મળતી હોય છે. કારણ કે, આ નોકરી દરમિયાન તો ઠીક પરંતુ નિવૃત્તિ પછી પણ કર્મચારીઓને પેન્શન સહિતના લાભો ચુકવાય છે. સ્થિરતા અને સલામતીના કારણે સરકારી નોકરી પ્રત્યે ઘણો ક્રેઝ જોવા મળે છે. જો કે, કાજલબેનને કહેવા અનુસાર, વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દ્વારા જે યોજનાઓનો લાભ આપવામાં આવે છે તેઓ પણ લેશે. સાથે જ વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વિશે પણ તેમણે જણાવ્યું હતું કે, મહિલા કંડક્ટરો માટે પણ કેટલીક સુવિધાઓ કરવામાં આવે છે. તેમની કેટલીક યોજનાઓનો લાભ આપવામાં આવે છે. તેથી તેઓ સરકારના ખૂબ ખૂબ આભારી છે. સરકારી નોકરી મેળવવા માટે લોકોમાં પડાપડી છે.

કાજલબેન GSRTCમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજવે છે.

ST નિગમે પણ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરી

એક મહિલા કંડક્ટરની વાત કરીએ તો ફરજ દરમિયાન બસ સ્ટેન્ડ પર જ ટિકિટ ફાડવાની રહે છે. જો કે, અન્ય કિસ્સામાં બસમાં ફરજ બજાવવાની હોય છે. આમ, જો કે મહિલા કંડક્ટરો માટે આ બાબત પ્રોત્સાહક બની (Women's Day Special) છે. તદ્ઉપરાંત, ST બસોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં મુસાફરી કરતી હોવાથી સલામતીનો પ્રશ્ન પણ રહ્યો નથી. વળી પાછું, મહિલાઓને ST માં નોકરી પ્રત્યે આકર્ષવા એસ.ટી. નિગમે મહિલાઓને માત્ર દિવસના સમયે જ ફરજ સોંપવાનો નિર્ણય કર્યો છે, જેથી મહિલાઓ પણ ફરજ પર ખુશી ખુશી જાય છે.

અહેવાલ : રાબિયા સાલેહ

આ પણ વાંચો - World Women’s Day: આ મહિલા માટે પશુપાલનનો વ્યવસાય બન્યો ધિકતી કમાણીનું સાધન

આ પણ વાંચો - Women’s Day Special Story : આત્મનિર્ભર બની આ મહિલાએ સાબિત કર્યું તે અબળા નથી પરંતુ સબળા છે

આ પણ વાંચો - સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો

Tags :
Advertisement

.