Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD એરપોર્ટથી હવે સીધી વડોદરાની GSRTC બસ સેવા શરૂ કરાશે, જાણો વિગત

AHMEDABAD : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI)માં ફ્લાય કરો અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા તદ્દન નવી ઈન્ટરસિટી બસ સેવાની શરૂઆત કરાઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી સુરત બાદ હવે વડોદરા નવી બસની શરુઆત કરવામાં આવી છે....
ahmedabad એરપોર્ટથી હવે સીધી વડોદરાની gsrtc બસ સેવા શરૂ કરાશે  જાણો વિગત
Advertisement

AHMEDABAD : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI)માં ફ્લાય કરો અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા તદ્દન નવી ઈન્ટરસિટી બસ સેવાની શરૂઆત કરાઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી સુરત બાદ હવે વડોદરા નવી બસની શરુઆત કરવામાં આવી છે. સુરત એસટી બસની વોલવો સેવા સફળ થતાં હવે વડોદરાના મુસાફરો માટે પણ આ સેવા એરપોર્ટ પરથી શરુ કરવામાં આવી છે. ગુરુવારથી આ સેવા એરપોર્ટથી શરુ કરવામાં આવશે. વડોદરાની સફળતા બાદ ઉદયપુર અને ભુજ જેવા શહેરો માટે પણ શરુ કરવામાં આવશે.આ સુવિધાજનક સેવા વ્યસ્ત પ્રવાસીઓ માટે ખાસ છે. બિઝનેસ પ્રોફેશનલ્સ તેમના સમયનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.

બસમાં મળશે આ સુવિધાઑ

Advertisement

AHMEDABAD એરપોર્ટથી વડોદરા જતી આ એર-કન્ડિશન્ડ વોલ્વો બસોમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગની સુવિધાઓ આપવામાં આવશે, જેનાથી મુસાફરોની સફર આરામદાયક બને. વધુમાં આ બસનો રુટ અમદાવાદ એરપોર્ટથી વડોદરા અને વડોદરાથી ફરી અમદાવાદ એરપોર્ટ તેવી રીતે રાખવામાં આવ્યો છે. જેથી વડોદરાના મુસફરો પણ અમદાવાદથી પોતાની ફ્લાઇટ સમયસર અને ઝડપી રીતે પકડી શકે. આ બસ માટે તમે GSRTC વેબસાઇટ અથવા એપ અને લોકપ્રિય ટ્રાવેલ પોર્ટલ દ્વારા તમારી સીટોને ઓનલાઈન બુક પણ કરાવી શકો છો.

Advertisement

ટૂંક સમયમાં ઉદયપુર અને ભુજ જેવા મોટા શહેરો માટે પણ બસ સેવા શરૂ કરાશે

આ લોન્ચિંગ સમગ્ર ગુજરાતમાં મુખ્ય સ્થળોને GSRTC ના વિશ્વસનીય નેટવર્ક સાથે જોડતા કેન્દ્રીય હબ બનવાના SVPI ના વિઝનને મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2024 માં રાજકોટ માટે સીધી બસ સેવાની સફળ શરૂઆત બાદ, નેટવર્ક ટૂંક સમયમાં ઉદયપુર અને ભુજ જેવા મોટા શહેરો માટે પણ શરુ કરવામાં આવશે. આ પરિવર્તન SVPI ને ગુજરાતની વૈવિધ્યસભર સુંદરતાનું અન્વેષણ કરવા માટેના સાચા પ્રવેશદ્વાર તરીકે સ્થાન આપશે.

અહેવાલ : દીર્ઘાયુ વ્યાસ 

આ પણ વાંચો : Valsad બેઠક ભાજપને ફળશે કે કોંગ્રેસને..?

Tags :
Advertisement

Trending News

.

×