Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kailash Kher : તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર, Gujarat First સાથે કરી ખાસ વાતચીત

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે ભગવાન શિવજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહોત્સવને લઈ શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરભ...
kailash kher   તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર  gujarat first સાથે કરી ખાસ વાતચીત

મહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે ભગવાન શિવજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહોત્સવને લઈ શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરભ ધામ ખાતે વડાપ્રધાન મોદી 22 મીએ આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે ભગવાન શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર (Padma Shri Kailash Kher) પણ વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આવવાના છે અને પરફોર્મ કરવાના છે. આ પહેલા તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement

બોલિવુડના જાણીતા સિંગર અને પદ્મશ્રી કૈલાશ ખેર (Padma Shri Kailash Kher) હાલ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, તેઓ તરબ ધામ ખાતેના વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ હાજરી આપવાના છે. અહીં, કાર્યક્રમમાં તેઓ હાજરી આપીને પોતાનો સુર રેલાવશે. આ પહેલા કૈલાશ ખેરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. સિંગર કૈલાશ ખેરે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે, વાળીનાથ ધામ ખાતે તેઓ સુરના માધ્યમથી શિવજીની (Lord Shiva) અલખ જગાવશે અને સાથે જ રામ નામની ધૂન પણ ગવાશે. કૈલાશ ખેરે જણાવ્યું કે, તેઓ વિશેષ આધ્યાત્મિક ગીતો ગાઈને ભક્તિમય માહોલને શિવમય બનાવવાનો પ્રયાસ કરશે.

Advertisement

પ્રથમ વખત ફોક સંગીતનો રિયાલિટી શો શરૂ કરશે

કૈલાશ ખેરે આગળ જણાવ્યું કે, જ્યાં પણ શિવભક્ત મને મળે છે ત્યારે લાગે છે કે એક પરિવાર મળી ગયો છે. આજે પણ એવી જ અનુભૂતિ થઈ રહી છે. શિવજીને યાદ કરીને શિવ ગીતો ગાવામાં આવશે. તેમણે કહ્યું કે, તરભ ધામ ખાતે સંગીતમય વાતાવરણમાં શિવભક્તોને દેવાધિદેવ મહાદેવના ગીતોનું રસપાન કરાવશે. આ સાથે કૈલાશ ખેરે ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વખત ફોક સંગીતનો રિયાલિટી શો પણ શરૂ કરવા જઈ રહ્યા છે. 'ભારત કા અમૃત કલશ' (Bharat ka Amrit Kalash) નામના આ રિયાલિટી શો કે જેમાં ફોક સંગીતના તારલાઓને ભારતભરમાંથી શોધીને લવાશે અને તેમને તૈયાર કરવામાં આવશે. આ સાથે કૈલાશ ખેરે (Kailash Kher) જણાવ્યું કે, આ પ્રકારના શો આવનાર ભવિષ્ય અને સનાતન માટે ખૂબ જ જરૂરી છે. હાલના આધુનિકીકરણમાં લોકો જૂની અને મૂળભૂત સભ્યતાને ભૂલી રહ્યા છે. કૈલાશ ખેરે જણાવ્યું કે, નવી પેઢીને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા, સનાતન અંગે જાણવું ખૂબ જ જરૂરી છે. આ શો તેમને આ અંગે મદદ કરશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : SG હાઇવે પર ગોઝારો અકસ્માત, ડમ્પરચાલકે અડફેટે લેતા બાઇકસવાર બે પૈકી એકનું મોત

Tags :
Advertisement

.