Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SMC Action : પાડોશી રાજ્યોમાંથી આવેલો 1.84 કરોડનો વિદેશી દારૂ જપ્ત

SMC Action : સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) એક સપ્તાહમાં સપાટો બોલાવી દીધો છે. ઉત્તરાયણ પૂર્વે આવતા દારૂના જથ્થાને જપ્ત કરવા કેટલાંક દિવસથી Team SMC પ્રયત્નશીલ હતી. એક અઠવાડીયામાં Team SMC એ ઉત્તર ગુજરાત (North Gujarat) મધ્ય ગુજરાત (Central...
smc action   પાડોશી રાજ્યોમાંથી આવેલો 1 84 કરોડનો વિદેશી દારૂ જપ્ત

SMC Action : સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) એક સપ્તાહમાં સપાટો બોલાવી દીધો છે. ઉત્તરાયણ પૂર્વે આવતા દારૂના જથ્થાને જપ્ત કરવા કેટલાંક દિવસથી Team SMC પ્રયત્નશીલ હતી. એક અઠવાડીયામાં Team SMC એ ઉત્તર ગુજરાત (North Gujarat) મધ્ય ગુજરાત (Central Gujarat) અને સુરત ગ્રામ્યમાંથી 1 કરોડ 84 લાખ રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) - બિયરની 67,786 બોટલ-ટીન સહિતનો મુદ્દામાલ કુલ કિંમત 3.41 કરોડનો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલો વિદેશી દારૂ રાજસ્થાન (Rajasthan) મધ્યપ્રદેશ (Madhya Pradesh) મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) થી ઘૂસાડવામાં આવ્યો છે. SMC Action ની વાત કરીએ તો, દારૂ-જુગાર ઉપરાંત સુરત શહેરમાં ગઠિયાઓ દ્વારા શેર બજારના નામે ચલાવાતા નકલી કોલ સેન્ટર (Fake Call Centre) નો પર્દાફાશ કરી 7 આરોપીઓને ઝડપી લીધા છે.

Advertisement

વડોદરામાં ફરી દારૂનું કટિંગ ઝડપાયું
નવા વર્ષની શરૂઆતમાં વડોદરા શહેરના બાપોદા પોલીસ સ્ટેશન (Bapod Police Station) ની હદમાં આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટમાં ચાલતા વિદેશી દારૂના કટિંગનો Team SMC એ પર્દાફાશ કર્યો હતો. SMC Big Raid માં પોણા કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક, દૂધ વાહન (Milk Van) સહિત 13 વાહનો કબજે કરી નામચીન બુટલેગર સુનિલ રામાણી ઉર્ફે અદો (Sunil Ramani alis Ado) અને તેના ચાર સાગરિતોને સ્થળ પરથી પકડ્યા હતા. આ વાતને 10 દિવસ પણ થયા ન હતા ત્યાં ફરીથી વડોદરા શહેર (Vadodara City) માં વિદેશી દારૂનું કટિંગ પકડાયું છે. SMC એ જવાહરનગર પોલીસ સ્ટેશન (Jawaharnagar Police Station) ની હદમાંથી 24,031 દારૂની બોટલ (કિંમત 32.16 લાખ)ના જથ્થા સાથે 4 આરોપીને 3 વાહનો પકડી કુલ 52.91 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

બનાસકાંઠા-પંચમહાલમાંથી ઝડપાયો દારૂનો મોટો જથ્થો
પંચમહાલ જિલ્લાના હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન (Halol Town Police Station) ની હદમાંથી SMC ને 72.27 લાખની 13,607 દારૂની બોટલો મળી છે. આ કેસમાં 45 લાખના બે વાહન સાથે બે આરોપી ઝડપાયા છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન (Thara Police Station) ની હદમાંથી 63.32 લાખની 19,884 બોટલ ભરેલી ટ્રક લઈને જતા ડ્રાઈવરને ઝડપી કુલ 93.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન (Kamrej Police Station) ની હદમાં ચાલતા દારૂના કટિંગનો પર્દાફાશ કરી SMC એ 5.51 લાખની 4,641 બાટલી, 2 વાહન અને એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. જો કે, આ કેસમાં એક પણ આરોપી સ્થળ પરથી પકડાયો નથી. આ ઉપરાંત અમદાવાદ શહેર (Ahmedabad City) ના રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) ની હદમાંથી સવા સાત લાખના વિદેશી દારૂ સહિત કુલ 42 લાખનો મુદ્દામાલ પકડ્યો છે. પાટણ (Patan) સિદ્ધપુર પોલીસ સ્ટેશનની હદમાંથી 1.76 લાખનો, છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન (Bodeli Police Station) ની હદમાંથી 1.16 લાખનો તેમજ નસવાડી પોલીસ સ્ટેશન (Naswadi Police Station) ની હદમાંથી 67 હજારનો વિદેશી દારૂ પકડ્યો છે.

Advertisement

નકલી કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ
SMC Action ની વાત કરીએ તો, પ્રથમ વખત શેરબજાર (Stock Market) ના નામે રોકાણકારોને ચૂનો લગાવી રહેલા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેર (Surat City) ના વેસુ પોલીસ સ્ટેશન (Vesu Police Station) ની હદમાં સોમેશ્વરા સ્કવેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી એક સગીર સહિત 7 આરોપીઓને પકડ્યા છે. 37 મોબાઈલ ફોન, 4 કોમ્પ્યુટર-લેપટોપ, પ્રિન્ટર, DVR અને 12 હજાર રોકડા કબજે કરવામાં આવ્યાં છે. પકડાયેલા આરોપીઓ અન્યના નામે સિમકાર્ડ મેળવીને શેરબજારમાં નફો મેળવવાની લાલચ આપી રિતસરની ઠગાઈ આચરતા હતા. ગુજરાતીઓ સહિત અનેક લોકોને આ ટોળકી ભોગ બનાવી ચૂકી હતી.

Advertisement

ખેડા-સુરેન્દ્રનગરમાં જુગારના બે કેસ
સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશન (Sayla Police Station) ની હદમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી SMC એ 11 ખેલીને રોકડ રૂપિયા 4.40 લાખ તેમજ બે ફોર વ્હીલર, એક ટુ વ્હીલર અને 13 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. જ્યારે ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન (Mahudha Police Station) ની હદમાંથી જુગાર રમતા 14 ખેલીઓને પકડી દોઢ લાખની રોકડ અને 14 મોબાઈલ ફોન કબજે લીધા છે.

આ પણ વાંચો -ગુજરાત ફર્સ્ટની લોકોને અપીલ, ઉમૈમાહને કરો મદદ….

Tags :
Advertisement

.