Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત શહેરમાં વર્ષ 2022માં સાયબર ક્રાઈમના કેટલા ગુન્હાઓ નોંધાયા? કેટલા ઉકેલાયા? આ રહ્યાં આંકડાઓ

ભારતમાં જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ તેમ ટેકનોલોજી ને લગતા ગુનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટેકનોલોજી એટલે કે સાયબર ક્રાઇમ. સતત સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતા હવે પોલીસ પણ થોડી અપડેટ થઈ છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને શોધવામાં સફળતાનો ગ્રાફ પણ સતત ઉંચો જઈ રહ્યો છે. સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં 94% ગુના શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળà
સુરત શહેરમાં વર્ષ 2022માં સાયબર ક્રાઈમના કેટલા ગુન્હાઓ નોંધાયા  કેટલા ઉકેલાયા  આ રહ્યાં આંકડાઓ
ભારતમાં જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ તેમ ટેકનોલોજી ને લગતા ગુનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટેકનોલોજી એટલે કે સાયબર ક્રાઇમ. સતત સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતા હવે પોલીસ પણ થોડી અપડેટ થઈ છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓને શોધવામાં સફળતાનો ગ્રાફ પણ સતત ઉંચો જઈ રહ્યો છે. સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓમાં 94% ગુના શોધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી છે.
સાયબર ક્રાઇમ સેલની કામગીરી
સુરત શહેરમાં વર્ષ 2022 માં સાયબર ક્રાઈમ સેલ ખાતે 80 જેટલા ગુનાઓ નોંધાયા છે જેમાંથી 75 ગુનાઓ શોધવામાં સાયબર ક્રાઇમ ને સફળતા મળી છે ટકા પ્રમાણે જોવા જઈએ તો સાયબર ક્રાઇમ એ 94% ગુનાઓ શોધી કાઢ્યા છે સાયબર ક્રાઇમ પોલીસે 75 ગુનાઓ શોધીને 142 આરોપીની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલા ગુનાઓમાં ફ્રોડ થયેલાનો આંકડો 5 કરોડ 77 લાખ 74 હજાર 661 છે. જેમાંથી પોલીસે 2 કરોડ 31લાખ 74 હજાર 639ની મિલકત રિકવર અને ફ્રીઝ કરી છે.
વર્ષ 2020
ગુના 38, ડીટેકશન 30, 78%, 40 આરોપીની ધરપકડ, 2 કરોડ 82 લાખ 34 હજાર 342નું ફ્રોડ, 6 લાખ 30 હજાર રૂપિયાની રિકવરી અને ફ્રીઝ કરાઈ
વર્ષ 2021
ગુના 50, ડીટેકશન 44, 88%, 58 આરોપીની ધરપકડ, 1 કરોડ 3 લાખ 57 હજાર 784નું ફ્રોડ, 72 લાખ 12 હજાર 408 રૂપિયાની રિકવરી અને ફ્રીઝ કરાઈ
શહેર સાયબર સેલની મહત્વની કામગીરી
સુરત શહેર સાયબર ક્રાઇબને વર્ષ 2020 થી વર્ષ 2022 સુધીમાં તુરંત ભોગ બનનારે જો સંપર્ક કર્યો હોય તો તેવા લોકોની 95 લાખ 63 હજાર 932 ની રકમ રિફંડ અપાવવામાં સફળતા મળી છે. સાઇબર ક્રાઇમ દ્વારા એનસીસીઆરટી તથા આઇ આર યુ ઉપર ફરિયાદ નોંધાવનાર કુલ 859 જેટલા ફરિયાદીઓના કોર્ટ હુકમ મેળવીને એક કરોડ 60 લાખ 45 હજાર 720 રૂપિયાને રિફંડ કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વર્ષ 2022 દરમિયાન સાયબર ક્રાઈમ દ્વારા શોધવામાં આવેલા સારા ગુનાઓની માહિતી
  • ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પિટલોના નામે ફેક્ટ વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરનાર આફ્રિકા ગેંગ નો બેંગ્લોર થી પર્દાફાશ
  • વિમાની પાકતી રકમ મેળવવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલ છે તેવી ખોટી ઓળખાણ આપી વીમા પોલિસી ફ્રોડ કરતી દિલ્હીની ગેંગ નો પર્દાફાશ
  • RBL બેંક ક્રેડિટ કાર્ડ ના ધારકો સાથે ઓટીપી મેળવી છેતરપિંડી કરનાર ઝારખંડની જામતારા ગેંગ નો પર્દાફાશ
  • એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ વધારે પ્રોફિટ મળશે તેવી લોભામણી વાતો કરી ઇન્વેસ્ટમેન્ટ ના નામે ફ્રોડ કરતી પશ્ચિમ બંગાળની ગેંગ નો પર્દાફાશ
  • ઓનલાઇન ફેક વેબસાઈટ ઉપર ગલુડિયું વેચવાની જાહેરાત મૂકી છેતરપિંડી આચરથી વેસ્ટ આફ્રિકન ગેંગ નો પર્દાફાશ
  • આરટીઓ કચેરી સુરત શહેર ખાતેથી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા વગર પાકો લાયસન્સ એપ્રિલ કરનાર સુરતની ગેંગ નો પર્દાફાશ
  • જીએસઆરટીસી ના યુઝરનેમ તથા પાસવર્ડ નો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી જીએસઆરટીસી બસની ટ્રિપો ઓનલાઈન કેન્સલ કરી એડવોક કરી જીએસઆરટીસી પાસેથી રિફંડ મેળવતા એજન્ટોના કૌભાંડનો પર્દાફાશ
  • સસ્તા ભાવે ક્રિપ્ટો કરન્સી આપવાની લોભામણી વાતો કરી ક્રીપ્ટો કરન્સી ન આપી છેતરપિંડી કરતી મુંબઈની ગેંગ નો પર્દાફાશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.