CR Patil : ડીસામાં બુથ પ્રમુખોને CR પાટીલની ટકોર! કહ્યું- ફિલ્ડમાં જઈને...
લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પ્રચારનો ઘમઘમાટ ચાલી રહ્યો છે. પાર્ટીના તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમ યોજીને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil), ડીસા (Deesa) ખાતે પહોંચ્યા હતા. અહીં યોજાનારા ભાજપના બુથ પ્રમુખ સંમેલનમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ બુથ પ્રમુખોને (BJP booth president) ટકોર પણ કરી હતી કે, બુથ પ્રમુખોએ ફિલ્ડમાં જઈને કામ કરવું જોઈએ. આપણે માત્ર 4 હજાર મતોથી બેઠક હારી ગયા છીએ.
મોટી સંખ્યામાં કાર્યકરો, બુથ પ્રમુખો હાજર રહ્યા.
બુથ પ્રમુખોએ ફિલ્ડમાં જઈને કામ કરવું જોઈએ : CR પાટીલ
બીજેપીના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) આજે ડીસા (Deesa) ખાતે યોજાયેલ બુથ પ્રમુખ સંમેલનમાં (BJP booth president convention) હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ બુથ પ્રમુખોને ટકોર પણ કરી હતી. તેમણે કહ્યું કે, બુથ પ્રમુખોએ ફિલ્ડમાં જઈને કામ કરવું જોઈએ. આપણે માત્ર 4 હજાર મતોથી બેઠક હારી ગયા છીએ. સી.આર.પાટીલે આગળ કહ્યું કે, આપણે વિધાનસભાની ચૂંટણીમાં (assembly elections) 156 બેઠકો જીત્યા હતા. દરેક કાર્યકર્તા, બુથ પ્રમુખ અને પેજ કમિટીના સભ્યોએ વિધાનસભાની ચૂંટણીમાં સપનું સાકાર કર્યું. વિધાનસભાની ચૂંટણીમાં પણ બુથ પ્રમુખોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ, હવે વધુ મહેનત કરવાની જરૂર છે. આપણો ટાર્ગેટ 5 લાખની સરસાઈથી જીતવાનો છે.
'5 લાખનો ટાર્ગેટ રાખ્યો હોય, તો ગણતરી પણ કરી જ હોય'
સી.આર.પાટીલે આગળ કહ્યું કે, આપણે હવામાં વાત કરવાવાળા વ્યક્તિ નથી. 5 લાખનો ટાર્ગેટ રાખ્યો હોય, તો ગણતરી પણ કરી જ હોય. વિધાનસભામાં થયેલી ભૂલ ફરી ન થાય તે ધ્યાન રાખવાનું છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP ને 40 લાખ મત મળ્યા હતા. જ્યારે ભાજપને કોંગ્રેસ (Congress) કરતા 88 લાખ મત વધારે મળ્યા હતા. હવે, આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં મંત્રી બળવંત સિંહ રાજપૂત (Balwant Singh Rajput), સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત જિલ્લા ભાજપના ધારાસભ્યો, બુથ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Surat : લોકસભાની ચૂંટણી જીતવા CR પાટીલે પેજ કમિટીના સભ્યોને આપ્યો આ ખાસ મંત્ર!
આ પણ વાંચો - Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર
આ પણ વાંચો - Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્