Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Report : કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, માર્ચમાં આટલો ઊંચકાશે ગરમીનો પારો!

રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનાથી તાપમાનમાં વધારો થતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે એવી શક્યતાઓ (weather forecast) સેવાઈ રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી...
04:22 PM Mar 18, 2024 IST | Vipul Sen

રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનાથી તાપમાનમાં વધારો થતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો આસમાને પહોંચશે એવી શક્યતાઓ (weather forecast) સેવાઈ રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, માર્ચ મહિનાના (March) અંત સુધીમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સોરાષ્ટ્રમાં (saurashtra ) માર્ચ મહિનાના અંત સુધી 40 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતાઓ છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં (North Gujarat) 40 ડિગ્રી, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પણ ગરમી માઝા મૂકી શકે છે. માહિતી મુજબ, અમદાવાદનું (Ahmedabad) તાપમાન 36.1 ડિગ્રી સુધી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં (Gandhinagar) 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મહિનાના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ, વરસાદની શક્યતાઓ

આ સાથે હવામાન વિભાગે (weather forecast) આગાહી કરી છે કે, ગુજરાત (Gujarat) રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આથી લોકોએ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે. બીજી તરફ હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) આવવાની શક્યતાને પગલે માર્ચ મહિનાના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચો - Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

આ પણ વાંચો - VADODARA : એક સ્ટેશન-એક પ્રોડક્ટ્સ અંતર્ગત શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી, મહેનતને મળ્યું માધ્યમ

આ પણ વાંચો - Tharad : વાવની સપ્રેડા કેનાલ અબોલ પશુઓ માટે બની ઘાતક

Tags :
AhmedabadAPRILGandhinagarGujaratGujarat FirstGujarati NewsmarchMayMeteorological DepartmentNorth GujaratSouth GujaratSummerTemperatureWeather expertweather reportWestern Disturbance
Next Article