Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલે કરી મોટી આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી મહારાષ્ટ્રનાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત વરસાદની આગાહી Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારે વરસાદને લઈને...
gujarat  હવામાન નિષ્ણાત અંબાલાલે કરી મોટી આગાહી  જાણો કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ
  1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી
  2. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી
  3. મહારાષ્ટ્રનાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત વરસાદની આગાહી

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અત્યારે અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત (North Gujarat)ના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે "મહારાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત માં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે અત્યારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: નવસારી અને વલસાડમાં જળબંબાકાર, CM Bhupendra Patel એ બંને જિલ્લાના કલેક્ટર સાથે કરી વાત

10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની આગાહી પણ કરી છે. તો આગામી 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીમાં રાજ્ય (Gujarat)માં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવે છે. આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો સાથે આજે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Surat : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ત્રીજા માળેથી 7 વર્ષીય બાળક પટકાતા થયું મોત

ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના

બનાસકાંઠા સાથે સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી અને ખેડામાં અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો, આણંદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જે ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. દરિયા કિનારે વસતા લોકોને અત્યારે દરિયોના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે, વરસાદને લઈને દરિયો વધારે તોફાની બનતો હોય છે. જેથી આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: AXE પરફ્યુમથી નજીક ન આવી યુવતીઓ તો કર્યો કેસ, યુવકે કહ્યું- 7 વર્ષ પછી પણ પ્રોડક્ટ બેઅસર

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી એસટી સેવા પર ભારે અસર

ગુજરાત (Gujarat)માં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાત (Gujarat)માં ભારે વરસાદથી એસટી સેવા પર ભારે અસર જોવા મળી છે. આ સાથે વલસાડમાં ભારે વરસાદથી ટ્રીપ રદ્દ કરી દેવાઈ છે. વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી વલસાડ જતી ટ્રીપ રદ્દ કરાઈ છે. આ સાથે સાથે નવસારી, વલસાડ સહિત બસોની 6 ટ્રીપ અને જૂનાગઢ જતી બે ટ્રીપ રદ્દ કરાઈ છે. વરસાદને લઈ એસટી નિગમ કન્ટ્રોલ રૂમથી નજર રાખી રહ્યું છે. એસટી ડ્રાઈવર કંડક્ટરને વરસાદના સલામત ડ્રાઈવિંગ રાખવા માટે સૂચના આપી દેવામાં આી છે.

Tags :
Advertisement

.