Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્ચ મહિનામાં સૌથી વધુ પડી ગરમી, છેલ્લા 121 વર્ષનો તૂટ્યો રેકોર્ડ

ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એપ્રિલ શરૂ થઇ ગયો છે પરંતુ આ પહેલા માર્ચ મહિનામાં ગરમી એટલી પડી કે લોકો બપોરના સમયમાં બહાર પણ નીકળી શકતા નહોતા. ભારતીય હવામાન વિભાગ (IMD)નું વિશ્લેષણ વધતી ગરમીને લઈને બહાર આવ્યું છે. જે મુજબ આ વર્ષનો માર્ચ મહિનો છેલ્લા 121 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે. માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધુ હતુ
માર્ચ મહિનામાં સૌથી વધુ પડી ગરમી  છેલ્લા 121 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એપ્રિલ શરૂ થઇ ગયો છે પરંતુ આ પહેલા માર્ચ મહિનામાં ગરમી એટલી પડી કે લોકો બપોરના સમયમાં બહાર પણ નીકળી શકતા નહોતા. ભારતીય હવામાન વિભાગ (IMD)નું વિશ્લેષણ વધતી ગરમીને લઈને બહાર આવ્યું છે. જે મુજબ આ વર્ષનો માર્ચ મહિનો છેલ્લા 121 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે. માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
હોળીનો તહેવાર આવે તે પહેલા જ આ વર્ષે ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો હતો. લગભગ સમગ્ર માર્ચ મહિના સુધી ગરમીનું મોજું ચાલુ રહ્યું હતું. હવામાનશાસ્ત્રીઓનો દાવો છે કે, તાપમાનમાં વધારાએ ઉનાળાનો 121 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચ મહિનામાંગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવામાન વિભગના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રીસ સેલ્સિયસ વધારે હતું. માર્ચ માટેનો આ રેકોર્ડબ્રેક આંકડો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં મોટા તફાવતના કારણે હતો. 
ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં સૌથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મધ્ય ભારતના ડેટા દર્શાવે છે કે આ ક્ષેત્રમાં 1901 પછી દિવસના તાપમાનના સંદર્ભમાં આ વર્ષે માર્ચનો બીજો સૌથી ગરમ મહિનો નોંધાયો છે. નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જોકે વધતી જતી ગરમીએ લોકોની મુશ્કેલીમાં ચોક્કસ વધારો કર્યો છે. ઉત્તરથી દક્ષિણ સુધીના અડધા ભારતમાં ગરમીએ વિનાશ વેર્યો છે. દિલ્હીથી નાગપુર સુધી, હવામાન 40 ડિગ્રીથી ઉપર છે, જ્યારે 3 એપ્રિલ પછી, આ ગરમીનો હુમલો વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભગના જણાવ્યા અનુસાર, માર્ચ 2022 દરમિયાન, સમગ્ર દેશનું સરેરાશ મહત્તમ તાપમાન 33.10 °C, લઘુત્તમ 20.24 °C અને સરેરાશ તાપમાન 26.67 °C હતું. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, પવનની અસામાન્ય પેટર્ન, વરસાદની અછત ઉપરાંત એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માર્ચમાં તીવ્ર ગરમી પડી હતી. સ્કાયમેટ વેધરના મહેશ પલાવતે કહ્યું છે કે, એપ્રિલ મહિનામાં પણ હવામાન પ્રણાલી વિકસાવવામાં આવી નથી, તેથી આગામી સમયમાં હવામાન આવું જ રહશે. એપ્રિલ મહિનામાં પણ દેશના અનેક ભાગોમાં આકરી ગરમી પડશે. પલાવતે એમ પણ કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદના અભાવ, સતત સૂકા અને ગરમ પશ્ચિમી પવનોને કારણે માર્ચમાં રેકોર્ડબ્રેક ગરમી અનુભવાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.