Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Congress : પંચમહાલ અને અમરેલી બેઠક પર ઉમેદવારોનાં નામની જાહેરાત!

લોકસભાની ચૂંટણીની (Lok Sabha elections) તારીખો જાહેર થતા દેશભરમાં ચૂંટણી માહોલ વેગવંતી થયો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ રાજકીય પાર્ટીઓએ પોતાની ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી છે. રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી...
06:07 PM Mar 19, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

લોકસભાની ચૂંટણીની (Lok Sabha elections) તારીખો જાહેર થતા દેશભરમાં ચૂંટણી માહોલ વેગવંતી થયો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ રાજકીય પાર્ટીઓએ પોતાની ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી છે. રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા પણ તેની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે પંચમહાલ (Panchmahal) લોકસભા સીટ પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ (Gulab Singh Chauhan) અને અમરેલી બેઠક (Amreli) પરથી લોકસભા ચૂંટણી લડવા માટે જેની ઠુંમરને (Jenny Thummar) ટિકિટ આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

ગુલાબસિંહ ચૌહાણ

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યની બે બેઠક પંચમહાલ (Panchmahal) અને અમરેલી (Amreli) માટે કોંગ્રેસે તેના બે ઉમેદવારોની જાહેરાત કરી હોવાના અહેવાલ છે. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણનું (Gulab Singh Chauhan) નામ સામે આવતા કાર્યકરોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મહોર લગાવી હોવાની માહિતી છે. કહેવાય છે કે આ અંગે દિલ્હી હાઈ કમાન્ડમાંથી ટેલિફોનિક જાણ કરાઈ છે. લુણાવાડા 122 ના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. OBC નેતા અને મહિસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા હવે પંચમહાલ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.

જેની ઠુંમર

અમરેલી બેઠક પરથી કોંગ્રેસમાંથી જેની ઠુંમરને ટિકિટ!

નોંધનીય છે કે, ગુલાબસિંહ ચૌહાણ લોકસભા સીટ જીતે તો લુણાવાડા વિધાનસભાની ચૂંટણી ફરી આવી શકે તેમ છે. લુણાવાડા 122 વિધાનસભા સીટ પર 26700 મતની લીડથી જીતેલા ઉમેદવારને લોકસભાની ટિકિટ મળતાં જબરદસ્ત મુકાબલો થાય તેવી શક્યતાઓ છે. જણાવી દઈએ કે, પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે (BJP) રાજપાલસિંહ જાદવને (Rajpal Singh Jadav) ટિકિટ આપી છે. બીજી તરફ, અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસે (Gujarat Congress) તેના ઉમેદવાર તરીકે જેની ઠુંમરને (Jenny Thummar) ટિકિટ આપી હોવાના સમાચાર છે. માહિતી છે કે, કોંગ્રેસ હાઇકમાન્ડે અમરેલી જિલ્લા કોંગ્રેસને આ અંગે જાણ કરી હોવાની માહિતી સામે આવી છે. આથી, ફરી એકવાર અમરેલીની ટિકિટ ઠુંમર પરિવારના ફાળે ગઈ હોવાની ચર્ચા છે. બીજી તરફ, બીજેપી દ્વારા હજી સુધી અમરેલી બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

 

આ પણ વાંચો - Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે

આ પણ વાંચો - મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

આ પણ વાંચો - Congress : મુમતાઝ પટેલ આ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

Tags :
AmreliBJPCongressGujaratGujarat CongressGujarat FirstGujarat PoliticsGujarati NewsGulab Singh ChauhanJenny ThummarLok Sabha ElectionsMLA of Lunawada 122MP Ratan Singh RathorepanchmahalRajpal Singh Jadav
Next Article