Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anant Ambani : જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર!

જામનગરમાં (Jamnagar) અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશની સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન જામનગરના મહેમાન બનવાના છે. જામનગરમાં રિલાયન્સ ખાતે અનંત અંબાણીના લગ્ન પૂર્વેનો રંગારંગ કાર્યક્રમ (pre-wedding event) યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે જામનગર...
anant ambani   જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ ઈવેન્ટમાં આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર

જામનગરમાં (Jamnagar) અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન પૂર્વે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ-વિદેશની સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન જામનગરના મહેમાન બનવાના છે. જામનગરમાં રિલાયન્સ ખાતે અનંત અંબાણીના લગ્ન પૂર્વેનો રંગારંગ કાર્યક્રમ (pre-wedding event) યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે જામનગર એરપોર્ટ પર જાણીતી હસ્તીઓનું આગમન શરૂ થયું છે.

Advertisement

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના (Nita Ambani) દીકરા અનંત અંબાણીના (Anant Ambani) લગ્ન ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા (Radhika) સાથે થવાના છે. ત્યારે જામનગરના રિલાયન્સ ખાતે લગ્ન પૂર્વેનો ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ રંગારંગ કાર્યક્રમમાં (pre-wedding event) હાજરી આપવા માટે દેશ-વિદેશથી સેલિબ્રિટીઓ અને બિઝનેસમેન ફેમિલી સાથે જામનગરના મહેમાન બની રહ્યા છે. માહિતી મુજબ, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રા (N. Chandra), કુમાર મંગલમ બિરલા પરિવાર સાથે જામનગર આવશે.

સૌજન્ય : Google

Advertisement

આ હસ્તીઓ પણ રહેશે હાજર

ઉપરાંત, ગૌતમ અદાણી (Gautam Adani) અને પરિવાર, ગોદરેજ પરિવાર, નંદન નિલેકણી, સંજીવ ગોએન્કા સહિતના ભારતીય બિઝનેસ ટાઈકૂન પણ આ રંગારંગ કાર્યક્રમમાં હાજર રહેશે. સ્પોર્ટ્સ સેલિબ્રિટીમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), એમ.એસ. ધોની (M.S. Dhoni), રોહિત શર્મા સહિતની જાણીતી હસ્તીઓ પણ જામનગર આવશે. બોલીવૂડ હસ્તીઓમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), શાહરુખ ખાન (Shahrukh Khan), સલમાન ખાન, આમીર ખાનથી માંડીને આલિયા ભટ્ટ સહિતની સેલિબ્રિટી પણ સહભાગી બનશે. ઉપરાંત, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, મેટા CEO માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg), બ્લેકરોકના CEO લેરી ફિંક, બ્લેકસ્ટોન ચેરમેન સ્ટીફન શ્વાર્ઝમેન, ડિઝનીના CEO બોબ ઈગર, ઈવાન્કા ટ્રમ્પ, મોર્ગન સ્ટેન્લીના CEO ટેડ પિક, કતારના પ્રિન્સ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન સહિતની હસ્તીઓ પણ જામનગર પધારશે. આગામી 1 થી 3 માર્ચ સુધી અનંત આ પ્રિ-વેડિંગ સેરેમની કાર્યક્રમ યોજાશે.

Advertisement

આ પણ વાંચો - LokSabha Election : ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે BJP ના મુરતિયાના આ રહ્યાં નામો..!

Tags :
Advertisement

.