Shahrukh Khan: શાહરૂખ ખાન તેની પુત્રી સાથે સાંઈ બાબાના દર્શન કરવા પહોંચ્યો
કિંગ ખાન શિરડીવાળા બાબાના ધામે આવ્યા
બોલિવૂડના કિંગ ખાન શિરડી સાંઈ બાબાના દર્શન કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન અભિનેતાની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ હતી. શાહરૂખની ફિલ્મ ડંકી થોડા જ દિવસોમાં રીલિઝ થવા જઈ રહી છે, તેથી કિંગ ખાન બાબાના મંદિરે ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા આવ્યા હતાં.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.તે ઉપરાંત મંદિરમાં શ્રદ્ધાળુંઓ કિંગ ખાનને જોઈને ઉત્સાહિત જોવા મળ્યા હતાં. આ પહેલા શાહરૂખ વૈષ્ણોદેવીના દર્શન કરવા પણ પહોંચ્યા હતા. આ વર્ષે જ શાહરૂખ ત્રણ વખત વૈષ્ણો દેવીના દર્શન કરી ચૂક્યા છે. પઠાણ અને જવાનની રિલીઝ પહેલા તે પ્રાર્થના કરવા આવ્યા હતા.
શું કિંગ ખાનની ડંકીને ચાહકોનો સપોર્ટ મળશે ?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખની ડિંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને રાજુ હિરાનીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તાપસી પન્નુ. વિકી કૌશલ, બોમન ઈરાની પણ છે.પઠાણ અને જવાનને પ્રેક્ષકોનો જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. બંને ફિલ્મોએ 500 કરોડથી વધુની કમાણી કરી હતી.તાજેતરમાં સુહાનાની ફિલ્મ ધ આર્ચીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સુહાના સાથે અગસ્ત્ય નંદા, ખુશી કપૂર, મિહિર આહુજા, વેદાંગ રૈના અને અદિતિ ડોટ પણ છે.
આ પણ વાંચો: સાઈ પલ્લવી-સાદગી અને સૌન્દર્યનો સુમેળ