ટાટા ગૃપ બાદ હવે એર ઇન્ડિયાની કમાન પણ એન. ચંદ્રશેખરનના હાથમાં, એર ઇન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્તિ
ટાટા ગૃપે સરકાર પાસેથા એર ઇન્ડિયાની ખરીદી કર્યા બાદ તેનું ચેરમેન કોણ બનશે તે વાતને લઇને ઘણી રાહ જોવાઇ રહી હતી. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. ટાટા ગૃપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એન. ચંદ્રશેખરનની એર ઇન્ડિયાના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. સોમવારે મળેલી એર ઇન્ડિયાની બોર્ડ મિટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એન. ચંદ્રશેખર અત્યારે ટાટા ગૃપના પણ ચેરમેન છે. àª
Advertisement
ટાટા ગૃપે સરકાર પાસેથા એર ઇન્ડિયાની ખરીદી કર્યા બાદ તેનું ચેરમેન કોણ બનશે તે વાતને લઇને ઘણી રાહ જોવાઇ રહી હતી. ત્યારે હવે તેનો અંત આવ્યો છે. ટાટા ગૃપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એન. ચંદ્રશેખરનની એર ઇન્ડિયાના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. સોમવારે મળેલી એર ઇન્ડિયાની બોર્ડ મિટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એન. ચંદ્રશેખર અત્યારે ટાટા ગૃપના પણ ચેરમેન છે. ત્યારે હવે એર ઇન્ડિયાની કમાન પણ તેમના હાથમાં સોંપવામાં આવી છે.
ટાટા ગૃપ દ્વારા અગાઉ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે તુર્કીના ઈલ્કર એયસીની જાહેરાત કરી હતી, પરંતુ આ નિમણૂકનો ભારતમાં ઘણો વિરોધ થયો હતો. જેથી ઇલ્કર એયસીએ ટાટાની એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ બનવાનો ઇનકાર કર્યો હતો. જેથી હવે ટૂંક સમયમાં જે તેમની જગ્યાએ એર ઇન્ડિયાના નવા સીઇઓની પણ નિમણૂંક કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ છેલ્લા કેટલાક દિવસોમાં આ અંગે ચર્ચા કર્યા પછી નવી નિમણૂંકને અંતિમ રૂપ આપ્યું હોવાનું માનવામાં આવે છે. ટાટા સન્સ ઇચ્છે છે કે નવા સીઈઓ શક્ય તેટલી વહેલી તકે એર ઈન્ડિયાનો હવાલો સંભાળે અને ઓપરેશનલ પડકારોનો સામનો કરે.
એન. ચંદ્રશેખરનને ફેબ્રુઆરી 2022ના રોજ ટાટા સન્સના ચેરમેન તરીકે પાંચ વર્ષની બીજી ટર્મ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેના પગલે ટાટા સન્સે કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે એન ચંદ્રશેખરનને ગૃપની કેટલીક અન્ય કંપનીઓમાં બોર્ડની અધ્યક્ષતા માટે મંજૂરી માંગી હતી. એર ઇન્ડિયાના નવા ચેરમેન એન. ચંદ્રશેખરન સામે અનેક પડકારો પણ છે. તેમને વિમાન ક્ષેત્રની સ્પર્ધામાં એર ઇન્ડિયાને ટકાવી રાખવાનુ છે અને તેને નફો પણ કરાવવાનો છે.