Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : રાજકોટ અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની શ્રદ્ધાંજલિ, વીરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot TRP GameZone Tragedy) લઈને અમરેલી (Amreli) જિલ્લા કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. રાજકમલ ચોક ખાતે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, વિપક્ષ પૂર્વ નેતા પરેશ ધાનાણીના નાનાભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી આગેવાન અને કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન રાખી...
11:13 PM May 27, 2024 IST | Vipul Sen

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot TRP GameZone Tragedy) લઈને અમરેલી (Amreli) જિલ્લા કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. રાજકમલ ચોક ખાતે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, વિપક્ષ પૂર્વ નેતા પરેશ ધાનાણીના નાનાભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી આગેવાન અને કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દરમિયાન, વીરજી ઠુમ્મરે (Virji Thummar) રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.

રાજકમલ ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી પાઠવી શ્રદ્ધાંજલિ

વીરજી ઠુમ્મરના સરકાર પર આકરા પ્રહાર

રાજકોટ (Rajkot) TRP ગેમઝોનમાં અગ્નિકાંડમાં માસૂમ ભૂલકાંઓ સહિત કુલ 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગોઝારી ઘટનાના કારણે સમગ્ર રાજ્યમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ત્યારે, અમરેલીમાં કોંગ્રેસ (Congress) નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પીડિત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. માહિતી મુજબ, અમરેલીના (Amreli) રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, વિપક્ષ પૂર્વ નેતા પરેશ ધાનાણીના નાનાભાઈ શરદ ધાનાણી (Sharad Dhanani) સહિતના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન રાખ્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દરમિયાન, વીરજી ઠુમ્મરે કહ્યું હતું કે, હાઇકોર્ટે પણ સરકારની ટીકા કરી છે. મોરબી પુલકાંડની દુર્ઘટના હોય, વડોદરા (Vadodara) બોટકાંડની દુર્ઘટના હોય કે પછી સુરત તક્ષશિલા અગ્નિકાંડ હોય, ભરૂચની (Bharuch) હોસ્પિટલમાં આગકાંડ, અમદાવાદ (Ahmedabad) શ્રેયસ હોસ્પિટલમાં અગ્નિકાંડ, ભાવનગર રંઘોળા અક્સ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે. પરંતુ, સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે.

હાઇકોર્ટે પણ સરકારની ટીકા કરી - વીરજી ઠુમ્મર

'માણસનું હૃદય ફાટી જાય છે ને સરકાર હસી રહી છે'

તેમણે (Virji Thummar) આરોપ લગાવતા કહ્યું કે, અધિકારીઓ ગેમઝોનમાં દારૂ પીવા જતા હતા. આ ઘટના અંગે મુખ્યમંત્રી, ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ ના કરે, કમિશનર કરે તો વાત કરતા કરતા ઊભા થઈ જાય છે તે શું દર્શાવે છે ? ડબલ એન્જિનની હપ્તા વધારે લેતી સરકાર છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, અમરેલીમાંથી 250 કરોડનું ડ્રગ્સ પકડાય, આર્યુવેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે. અત્યાર સુધીના થયેલા વિવિધ કાંડમાં કડક સૂચનામાં સરકારે શું કર્યું એનો જવાબ જનતા માગે છે. માણસનું હૃદય ફાટી જાય છે ને સરકાર હસી રહી છે. તેમણે કહ્યું કે, કમિશનરને ડિસમિસ કરે અને જે અધિકારીના પૈસા આ ગેમકાંડમાં રોકાયા છે તેમની તપાસ કરી ગુજરાતની જનતાને બતાવે.

 

આ પણ વાંચો - Rajkot Game Zone Tragedy : મુખ્ય 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, બદલીઓનો દોર પણ શરૂ!

આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ-પોલીસ કમિશ્નર સહિત 4 અધિકારી ફરજરિક્ત

આ પણ વાંચો - TRP Game Zone Tragedy : હત્યાકાંડના મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, સરકારી વકીલે કરી આ દલીલ!

Tags :
Ahmedabad Shreyas hospital fireAmreliBharuch hospital fireChief Minister Bhupendra PatelCongressCP Zone-1Gujarat FirstGujarati NewsmorbiRajkamal ChowkRAJKOTrajkot policeRajkot TRP GameZoneSharad DhananiSITtrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone TragedyVadodara boat disasterVirji Thummar
Next Article