Ambarish Der : કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા એક તરફ ભાજપમાં (BJP) ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે છે એવી સ્થિતિ સર્જાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક નેતા, કાર્યકર્તા પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કારણે કે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અંબરીશ ડેરે (Ambarish Der) પાર્ટીને રાજીનામું સોંપ્યું છે. નેતા આવતીકાલે ભાજપમાં જોડાય તેવા અહેવાલ છે. કોંગ્રેસ નેતા અંબરીશ ડેર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) વચ્ચે મુલાકાતની તસવીરો સામે આવી છે. ગુજરાત ફર્સ્ટ પાસે બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતની Exclusive તસવીરો આવી છે.
છેલ્લા ઘણા સમયથી રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) ભાજપમાં જોડાશે એવી ચર્ચાઓ થતી હતી. ત્યારે હવે અમરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે અંબરીશ ડેર સત્તાવાર રીતે ભાજપમાં (BJP) જોડાશે એવી માહિતી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના સાયન્સ સીટી (Science City) વિસ્તારમાં અંબરીશ ડેર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) વચ્ચે મુલાકાત થઈ છે. બંને વચ્ચે 20 મિનિટ સુધી મુલાકાત થઈ છે. આ મુલાકાતની કેટલીક Exclusive તસવીરો Gujarat First તેના દર્શકો માટે લઈને આવ્યું છે.
Ahmedabad : અંબરીશ ડેરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું | Gujarat FIRST
અમદાવાદમાં સી.આર. પાટીલ અને ડેર વચ્ચે થઇ મુલાકાત મુલાકાતમાં અંબરીશ ડેરે ભાજપમાં હકારાત્મક જવાબ આપ્યો અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં બંને નેતાઓ વચ્ચે થઇ બેઠક
અમદાવાદમાં અંબરિશ ડેરના ઘરે સી.આર… pic.twitter.com/tLKo9arFoP— Gujarat First (@GujaratFirst) March 4, 2024
અહીં સમજો...ભાવનગર લોકસભા બેઠકનું ગણિત
એવું કહેવાઈ રહ્યું છે કે, આ મુલાકાતમાં અંબરીશ ડેરે ભાજપમાં હકારાત્મક જવાબ આપ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) અંબરીશ ડેરના ઘરે સી.આર પાટીલ પહોંચ્યા હતા અને મુલાકાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે, ભાજપમાં જોડાયા બાદ ભાવનગરની (Bhavnagar) રાજુલા બેઠક (CR Patil) પરથી ભાજપ દ્વારા કોંગ્રેસ દિગ્ગજ નેતા અંબરીશ ડેરની ઉમેદવાર તરીકે જાહેરાત થઈ શકે છે. ભાજપ રાજુલા બેઠક પરથી અંબરીશ ડેરને પેટા ચૂંટણી લડાવી શકે છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો
કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું#loksabhaelection2024 #AmbarishDer #GujaratFirstLive #CRPAtil @CRPaatil @Ambarish_Der pic.twitter.com/0wbB4eOFPQ
— Gujarat First (@GujaratFirst) March 4, 2024
અમરીશ ડેરના બીજેપીમાં (BJP) સામેલ થયા બાદ ભાવનગર લોકસભા બેઠકનું ગણિત બદલાઈ શકે છે. હીરા સોલંકીને (Heera Solanki) બીજેપી ભાવનગરથી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે ત્યારે ભાજપ પક્ષ ખાલી થનારી રાજુલા બેઠક પરથી અંબરીશ ડેરને પેટા ચૂંટણી લડાવી શકે છે. ઉપરાંત, ભાવનગર લોકસભા બેઠક પર સીટિંગ એમપી ભારતીબેન શિયાળની (MP Bhartiben Shiyal) ટિકિટ કપાઈ શકે છે. કહેવાય છે કે આ સમીકરણ બેસાડવા માટે પહેલી યાદીમાં બીજેપી હાઈકમાન્ડે ભાવનગર બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નહોતી. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) માટે બીજેપી દ્વારા પહેલી યાદીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 15 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. પરંતુ, આ બેઠકોમાં ભાવનગરનો (Bhavnagar) સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
આ પણ વાંચો - Ahmedabad : PM મોદીની ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં, પરંતુ પૂર્ણ થાય એવી ગેરન્ટી છે : CM ભૂપેન્દ્ર પટેલ