Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા અને રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આજે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા અમરીશ ડેરના ઘરે તેમની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR...
ambarish der   કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ  આવતીકાલે કમલમ જશે

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા અને રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આજે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા અમરીશ ડેરના ઘરે તેમની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) સાથે મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ હવે અંબરીશ ડેરને પત્રકાર પરિષદ યોજીને આવતીકાલે 12થી 12.30 વાગ્યાની આસપાસ કમલમ પહોંચીને ભાજપનો કેરસિયો ધારણ કરશે એવી માહિતી આપી છે.

Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝાટકો લાગ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા આપનારા યુવા નેતા અમરીશ ડેરે પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને પત્રકાર પરિષદ યોજીને અમરીશ ડેરે (Ambarish Der) જણાવ્યું કે આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાશે. અંબરીશ ડેરે મીડિયાને જણાવ્યું કે, જાહેર જીવનની શરૂઆત 2003 થી કરી હતી. કોંગ્રેસ પાર્ટીમાં રહીને 2 કે 3 ટર્મ સુધી ગુજરાતના લોકોની સેવા કરી છે. કોંગ્રેસમાં (Congress) નિર્ભય પણે ઘણા સમયથી મુદ્દાઓ ઉઠાવતો હતો. કલમ 370, રામ મંદીર (Ram Temple) સહિતના અલગ-અલગ મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ હતો પરંતુ, ના થઈ શક્યું. તે યોગ્ય ન લાગ્યું.

Advertisement

આવતીકાલે 12-12:30 વાગે હું કમલમ પહોંચીશ : અંબરીશ ડેર

તેમણે કહ્યું કે, આજે મારા ઘરે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) મારા માતાજીની ખબર પૂછવા માટે આવ્યા હતા. મારા માતાજી ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હોવાથી ખબર પૂછવા માટે આવ્યા હતા. તેમની સાથેની મુલાકાત બાદ મેં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. પાર્ટીએ મને ક્યારે સસ્પેન્ડ કર્યો એ મને ખબર નથી. પરંતુ, મેં દોઢ કલાક પહેલાં રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, યુવાવસ્થામાં મેં બીજેપી (BJP) માટે કામ કર્યું હતું ત્યારે બીજેપીમાં સામેલ થવાની વાતચીત અગાઉથી ચાલતી હતી. આવતીકાલે 12-12:30 વાગે હું કમલમ (Kamalam) પહોંચીશ અને પાર્ટીમાં સામેલ થઈશ. ત્યાર બાદ મારા મતવિસ્તારમાં જઈને તમામ કાર્યકર્તાઓ અને લોકો સાથે મુલાકાત કરીને જે આવવા માગે છે તેમની સાથે ચર્ચા કરીશ.

'મને જે કામ સોંપવામાં આવશે તે કામ કરીશ'

અમરીશ ડેરે જણાવ્યું કે, ખૂબી અને ખામી બધે રહેવાની છે. આજનાં સમયમાં રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે ? અને EGO નું કામ શું હોય શકે ? મેં તમામ મુદ્દાઓ અંગે મહુડી મંડળ સુધી વાત કરી હતી. પરંતુ, કાંઈ ન થયું. અમરીશ ડેરે કહ્યું કે, રાજનીતિમાં આવ્યા બાદ પદ માટે હું નથી દોડતો. મને જે કામ સોંપવામાં આવશે તે કામ કરીશ. છેલ્લા 3 વર્ષથી મને બોલાવવાનો પ્રયાસ કરતા હતા. પ્લાનિંગ કોઈ જ નથી, કોઈ સીટ માટે અથવા કોઈ સોદાબાજી સાથે નથી જોડાઈ રહ્યો. લોકોની સેવા કરવોનો ઉદ્દેશ્ય છે એટલે આ નિર્ણય લીધો છે.

Advertisement

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસ નેતા અમરીશ ડેર અને CR પાટીલ વચ્ચે મુલાકાત, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.