Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambalal Patel : કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ મહત્ત્વની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલની મહત્ત્વની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ, 10 મી મે બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. 10 થી 15 મે વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન...
12:46 PM May 08, 2024 IST | Vipul Sen

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલની મહત્ત્વની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ, 10 મી મે બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. 10 થી 15 મે વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 10 થી 15 મે દરમિયાન રાજ્યના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે.

રાજ્યમાં ગઈકાલે લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ સાથે રાજ્યમાં ચૂંટણીનો માહોલ પણ શાંત થયો છે. પરંતુ, કાળઝાળ ગરમીનો કહેર હાલ પણ યથાવત છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન જાણકાર અંબાલાલ પટેલે રાહત આપતી મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 10 મે બાદ રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી શકે છે. 10 થી 15 મે વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે.

10 થી 15 મે દરમિયાન વરસાદી માહોલની આગાહી

આ સાથે તેમણે (Ambalal Patel) કહ્યું કે, 10 થી 15 મે દરમિયાન રાજ્યના કેટલા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ ઊભો થવાની આગાહી છે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં હળવો પણ તોફાની વરસાદ થવાની પણ શક્યતા છે. જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં (Saurashtra) આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ભુજ 43.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

ક્યાં કેટલું તાપમાન ?

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ભૂજમાં સૌથી વધુ 43.5 ડિગ્રી અને અમદાવાદમાં 43.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં (Rajkot) 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 42.5 ડિગ્રી, ડીસામાં 41.3 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, અમરેલીમાં (Amreli) 40.7 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 39.4 ડિગ્રી, ડાંગમાં 38.4 ડિગ્રી, ભાવનગરમાં 38.2 ડિગ્રી, નલિયામાં 38.2 ડિગ્રી, કંડલામાં 38.1 ડિગ્રી, દાહોદમાં 38 ડિગ્રી, વલસાડમાં 37.8 ડિગ્રી, જામનગરમાં (Jamnagar) 35.3 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી અને પોરબંદરમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો - Weather Reports : આગ ઝરતી ગરમી! હિટવેવની આગાહી, આ 3 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર

આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?

આ પણ વાંચો - Harsh Sanghvi : મા અંબાના શરણે ગૃહરાજ્ય મંત્રી, કહ્યું- દર્શન કરીને મારા રાજ્યના…!

Tags :
AhmedabadAmreliAtmospherebanakanthaClimate ChangeGandhinagarGujarat FirstGujarati NewsIMD AhmedbadMeteorological Departmentmeteorologist Ambalal PatelRAJKOTSabarkanthaweather forecastWeather Reportsyellow alert
Next Article