ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : અમદાવાદીઓ આ GameZone માં જતાં ચેતજો! Gujarat First ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં (Rajkot TRP Game Zone Tragedy) ગઈકાલે લાગેલી વિકરાળ આગમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયા હતા. ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ પણ અમદાવાદ (Ahmedabad) તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે....
10:36 PM May 26, 2024 IST | Vipul Sen

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં (Rajkot TRP Game Zone Tragedy) ગઈકાલે લાગેલી વિકરાળ આગમાં માસૂમ બાળકો સહિત કુલ 33 લોકો જીવતા ભડથું થયા હતા. ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ પણ અમદાવાદ (Ahmedabad) તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જે કામ અમદાવાદ પોલીસ કે કોર્પોરેશનના (AMC) અધિકારીઓએ કરવું જોઈએ તે કામ ગુજરાત ફર્સ્ટે કર્યું હતું અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાંથી કેમિકલનો જથ્થો મળ્યો

જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First,) દ્વારા અમદાવાદના (Ahmedabad) એસ.જી. હાઇવે (SG highway) પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન, રાજકોટ કરતા પણ અમદાવાદના આ ગેમ ઝોનના ખતરનાક દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા હતા. એસ.જી. હાઈવેના ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાંથી કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. ગેમઝોનમાંથી ડીઝલ (diesel) અને સોલવન્ટનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ ખુલ્લામાં જ પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

ગેમઝોનમાંથી ડીઝલ અને સોલવન્ટનો જથ્થો મળી આવ્યો હતો.

ટર્પેન્ટાઈન અને ઓક્સિજનની બોટલો પણ મળી

ગુજરાત ફર્સ્ટ દ્વારા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં (Fun Blast game zone) કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં (reality check) ટર્પેન્ટાઈન અને ઓક્સિજનની બોટલો પણ મળી આવી હતી. જ્યારે આ ગેમઝોનમાં અનેક રાઈડમાંથી બોલ્ટ ગાયબ હતા અને ગેમિંગમાં ગ્રેસિંગ પણ નહોતું. એન્ટિક ફાયર પેન્ટ કોઈ પણ ગેમિંગ ઝોનમાં જોવા મળ્યું નથી. જણાવી દઈએ કે, આ એ જ ફન બ્લાસ્ટ છે જ્યાં કોર્પોરેશનની ટીમે ચેકિંગ કર્યું હતું. પરંતુ, તેમ છતાં પોલીસ કે કોર્પોરેશન (AMC) દ્વારા ગેમઝોન વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. માહિતી મુજબ, આ ફન બ્લાસ્ટનું ઓપનિગ રાજકીય નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આના એક માલિક પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ (Mahendra Patel) છે. અગાઉ પણ આ ફન બ્લાસ્ટમાં આગ લાગતા બળીને ખાખ થઇ ગયો હતો.

ચેકિંગ કરનારી કોર્પોરેશનની ટીમને ગુજરાત ફર્સ્ટના સળગતા સવાલ :

. જે ગુજરાત ફર્સ્ટને દેખાયું તે કોર્પોરેશનની ટીમે કેમ ન દેખાયું ?
. આ એ જ ફન બ્લાસ્ટ છે, જેનું ઓપનિંગ એક રાજનેતાએ કર્યું હતું.
. આ એ જ ફન બ્લાસ્ટ છે, જેના માલિક પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ છે.
. આ એ જ ફન બ્લાસ્ટ છે, જેમાં થોડા મહિનાઓ પહેલા ભીષણ આગ લાગી હતી.
. આ એ જ ફન બ્લાસ્ટ છે, જેમાં આગ લાગવાથી ફન બ્લાસ્ટ ગેમઝોન બળીને ખાખ થયો હતો.
. શું તંત્ર અમદાવાદમાં પણ રાજકોટવાળી થવાની રાહ રહ્યું હોઈ રહ્યું છે ?

આ પણ વાંચો - TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય

આ પણ વાંચો - TRP Game Zone : શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે, કહ્યું- આ માનવસર્જિત..!

આ પણ વાંચો - Gandhinagar : ગાંધીનગરમાં ત્રણ ગેમ ઝોન બંધ,અન્ય જિલ્લાની જાણો સ્થિતિ

Tags :
Ahmedabad PoliceAMCCP Zone-1fire safetyFun Blast game zoneGameZone KGujarat FirstGujarati NewsRAJKOTrajkot policeRajkot TRP GameZoneReality CheckSG HighwaySITtrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone Tragedy
Next Article