Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: દર ત્રીજી વ્યક્તિ હાયપરટેન્શન અને ડાયાબિટીસથી પીડિત, કેન્સરનો પણ ચોંકવનારો આંકડો

Gujarat: રાજ્યમાં બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્ક્રીનિંગમાં 16.23 લાખને હાયપરટેન્શન, 11.07 લાખને ડાયાબિટીસ અને 7 હજાર જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા દર શુક્રવારે બિનચેપી રોગોના નિવારણ માટે...
gujarat  દર ત્રીજી વ્યક્તિ હાયપરટેન્શન અને ડાયાબિટીસથી પીડિત  કેન્સરનો પણ ચોંકવનારો આંકડો

Gujarat: રાજ્યમાં બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્ક્રીનિંગમાં 16.23 લાખને હાયપરટેન્શન, 11.07 લાખને ડાયાબિટીસ અને 7 હજાર જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા દર શુક્રવારે બિનચેપી રોગોના નિવારણ માટે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાય છે. સ્ટ્રેસ, બેઠાડું જીવન, અપૂરતી ઉંધ, ખરાબ ફૂડ હેબિટ પણ ઘણી વખત ડાયાબિટીસ અને બી.પી. જેવા રોગોને નોતરી શકે છે.

Advertisement

રોગોને નોતરી શકે

પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.) કેન્સર અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (એન.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે.

નિ:શુલ્ક સધન સારવાર

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સબ સેન્ટરથી લઇ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. વધુમાં દર બુધવારે એટલે કે મમતા દિવસે પણ બહેનોનું સ્ક્રીનિંગ કરાય છે. ૩૦થી વધુની વયના કોઇપણ નાગરિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઇને સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકે છે. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન , હૃદયરોગ, લકવો અને કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છે. કેન્સરમાં પણ મોઢા/ગર્ભાશયના મુખને લગતા કેન્સરની તપાસ કરાય છે. આ તપાસમાં શંકાસ્પદ જણાઇ આવતા ડાયાબિટીસ અને હાયપરટેન્શનની બિમારી ધરાવતા દર્દીઓની તબીબી સલાહ મુજબ દવા શરૂ કરવામાં આવે છે. કેન્સર, હૃદયરોગ કે અન્ય બીમારીની ગંભીરતા જણાતા સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના હેઠળ નિ:શુલ્ક સધન સારવાર શરૂ કરવામાં આવે છે.

Advertisement

૩.૪૩ કરોડ વ્યક્તિઓએ CBAC ફોર્મ ભર્યું

ટેલીમેડિસીનના માધ્યમથી સ્પેશ્યાલિસ્ટ કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. વધુમાં રાજ્યના તમામ જિલ્લામાં કેન્સરગ્રસ્ત દર્દીઓની કિમોથેરાપી સારવાર માટે ડે-કેર કિમોથેરાપી સેન્ટર્સ પણ કાર્યરત કરાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં ૩૦થી વધુની વયના કુલ ૩.૬૯ કરોડ નાગરિકો એનરોલ્ડ છે. જેમાંથી ૩.૪૩ કરોડ વ્યક્તિઓએ કમ્યૂનિટી બેઝડ એસેસમેન્ટ ચેકલીસ્ટ(CBAC) ફોર્મ ભર્યું છે. જેમાંથી 2.54 કરોડ લોકોનું પ્રથમ વખત સફળતાપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 16 લાખ 23 હજાર લોકોને હાયપરટેન્શન અને 11 લાખ 07 હજારને ડાયાબિટીસ હોવાનું પ્રાથમિક નિદાન થયું. 6 હજાર 900 જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. જે તમામની સધન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

વર્ષમાં એક વખત સ્ક્રીનિંગ કરાવવું

તબીબોની સલાહ પ્રમાણે 30 થી વધુની વયના તમામ નાગરિકોએ વર્ષમાં એક વખત અચૂકપણે આરોગ્ય સ્ક્રીનિંગ કરાવવું જોઇએ. બિનચેપી રોગોનું વહેલું નિદાન તેને નિયંત્રણમાં લાવવા અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવા મદદરૂપ બને છે.

Advertisement

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો -- AHMEDABAD : ચોમાસુ આવ્યું પણ શહેરમાં હજુ રસ્તાઓ ખોદેલા

Tags :
Advertisement

.