Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Health Update :રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય ઈન્ટર્ન્સ,રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો મેડિકલ ઈન્ટર્ન્સને રૂ.21,840 સ્ટાઈપેન્ડ ચૂકવાશે 1 એપ્રિલ 2024ની અસરથી વધારો અમલમાં   Health Update:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Health Minister Rishikesh Patel)ના માર્ગદર્શન હેઠળ...
health update  રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય
  • રાજ્ય સરકારનો તબીબો માટે મહત્વનો નિર્ણય
  • ઈન્ટર્ન્સ,રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો
  • મેડિકલ ઈન્ટર્ન્સને રૂ.21,840 સ્ટાઈપેન્ડ ચૂકવાશે
  • 1 એપ્રિલ 2024ની અસરથી વધારો અમલમાં

Advertisement

Health Update:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Health Minister Rishikesh Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબો(HealthCareworker)ના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટસ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS (Gujarat Medical Education and Research Society) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડ(stipend)ના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

ઈન્ટર્ન્સ,રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો

રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઈપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, ડેન્ટલમાં રૂપિયા 20,160, ફિઝીયોથેરાપીમાં રૂપિયા 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા 15,120 સ્ટાઈપેન્ડ મળશે.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : "ગંદકી વચ્ચે કોઇએ જીવ ગુમાવ્યો તો મૃતદેહ પાલિકા કચેરી લઇ જવાશે", નાગરિકની ચિમકી

Advertisement

ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 ચૂકવવામાં આવશે

ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000, ચોથા વર્ષ (Senior Resident) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂપિયા 1,10,880નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સ ડોક્ટરોને પહેલા વર્ષમાં રૂપિયા 1,20,960,બીજા વર્ષમાં રૂપિયા 1 લાખ 26 હજાર અને ત્રીજા વર્ષમાં રૂપિયા 1,34,400 ચૂકવાશે, ત્યારે ડેન્ટલ રેસીડન્ટ (Degree))માં પહેલા વર્ષમાં રૂપિયા 78,960, બીજા વર્ષમાં રૂપિયા 81,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 83,496 ચૂકવાશે તો ફિઝીયોથેરાપી (Degree)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 અને બીજા વર્ષમાં 43,680 રૂપિયા ચૂકવવામાં આવશે.

આ પણ  વાંચો -હજારો-લાખો કરોડ દેશની બહાર ગયા પછી Money Mule નો પ્રચાર કરતી RBI

આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ.15,120 સ્ટાઇપેન્ડ ચૂકવાશે

મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂપિયા 75,600 અને બીજા વર્ષમાં રૂપિયા 82,320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 50,400, બીજા વર્ષમાં રૂપિયા 53,760 અને ત્રીજા વર્ષમાં રૂપિયા 57,120 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, જુનીયર રેસીડન્ટ્સ ડોક્ટરને રૂપિયા 1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂપિયા 1,10,880 ચૂકવવામાં આવશે.

આ પણ  વાંચો -Surendranagar: ઉત્સવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, જાહેર થઈ ગઈ તરણેતરના મેળાની તારીખ

1 એપ્રિલ 2024થી અમલમાં આવશે આ હુકમ

GMERS સંચાલિત મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂપિયા 1,10,880 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઈપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.

Tags :
Advertisement

.