ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Police : તોડકાંડ, સેક્સકાંડ અને તપાસકાંડમાં ખાખી થઈ બદનામ

Gujarat Police : તોડકાંડ અને તપાસકાંડ જેવી ઘટનાઓ દાયકાઓથી ગુજરાત પોલીસ (Gujarat Police) માં ચાલતી આવે છે. છેલ્લાં એકાદ વર્ષમાં સામે આવેલા તોડકાંડ અને તપાસકાંડની યાદી ખૂબ મોટી છે અને જાહેર નહીં થયેલા કાંડનો આંકડો તો ભગવાન જ જાણે. એકાદ...
03:45 PM Feb 19, 2024 IST | Bankim Patel
Gujarat Government responsible for the whole situation

Gujarat Police : તોડકાંડ અને તપાસકાંડ જેવી ઘટનાઓ દાયકાઓથી ગુજરાત પોલીસ (Gujarat Police) માં ચાલતી આવે છે. છેલ્લાં એકાદ વર્ષમાં સામે આવેલા તોડકાંડ અને તપાસકાંડની યાદી ખૂબ મોટી છે અને જાહેર નહીં થયેલા કાંડનો આંકડો તો ભગવાન જ જાણે. એકાદ વર્ષથી Gujarat Police પર પનૌતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના સોપારી તોડકાંડમાં રેન્જ IG જે. આર. મોથલીયા (J R Mothaliya IPS) મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાત કેસમાં પૂર્વ મેજીસ્ટ્રેટ તેમજ તત્કાલિન SP અચલ ત્યાગી (Achal Tyagi IPS) ની શંકાસ્પદ ભૂમિકા અને સિનિયર અધિકારીના આર્શીવાદથી સર્જાયેલો PI તરલ ભટ્ટ (Taral Bhatt) નો બેંક એકાઉન્ટ તોડકાંડ હાલ પણ ચર્ચામાં છે. ગીર સોમનાથ પોલીસ (Gir Somnath) માં મહિલા બુટલેગરે પોલીસ પર કરેલા સેક્સ-હપ્તાકાંડના આરોપોએ Gujarat Police ને મોઢું બતાવવા જેવી રાખી નથી.

બેંક એકાઉન્ટકાંડથી કોઈ શહેર-જિલ્લો બાકાત નથી

જૂનાગઢ પોલીસ (Junagadh Police) અને ભાવનગર પોલીસ (Bhavnagar Police) જેવા બેંક એકાઉન્ટકાંડ છેલ્લાં એક દસકામાં ખૂબ ફૂલ્યા ફાલ્યા છે. Gujarat Police ને શરૂઆતમાં GST ચોરીના કેસોની તપાસ કરવાનો મોકો મળ્યો ત્યારથી આ એકાઉન્ટકાંડ ધમધમી રહ્યો છે. GST અને ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ના કેસોમાં એક સામ્યતા છે અને તે છે ભાડાના બેંક એકાઉન્ટ અને તેમાં થતાં કરોડો-અબજો રૂપિયાની હેરફેર. સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને CID ક્રાઈમ સુધી આ બેંક એકાઉન્ટકાંડ સર્જાઈ રહ્યાં છે. CRPC 102 હેઠળ બેંક એકાઉન્ટ સ્થગિત કરવાની અને તેને કાર્યરત કરવાની આખી રમતમાં તપાસ અધિકારી અદાલતને જાણ કરવાની પ્રક્રિયાને બાકાત રાખી ચાવી પોતાના ખિસ્સામાં જ રાખી તોડનો ધંધો ચલાવે છે. આમાં Cyber Crime Cell, EOW અને DCB - LCB મોખરે છે.

Gujarat ACB તપાસકાંડને લઈને ચર્ચામાં

ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા માટે ગુજરાત સરકાર (Government of Gujarat) માં એક અલાયદો વિભાગ છે. લાંચ રૂશ્વત દળ (ACB) માં હાલ સફાઈ ચાલી રહી છે અને સરકાર તેમાં કેટલો રસ લે છે તે પણ મહત્વનું છે. છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાત એસીબી (Gujarat ACB) ખાનગી ચર્ચાઓમાં અનેક વખત આવી ચૂકી છે. Gujarat ACB માં ભ્રષ્ટાચારના અનેક કેસોમાં તપાસકાંડ સર્જાઈ ચૂક્યાં છે. કેટલાંક સિનિયર IPS અધિકારીઓ તપાસકાંડમાં મોટા લાભ મેળવી નિવૃત્ત પણ થઈ ગયા છે. તો કોઈ હાલમાં પણ યથાવત છે. પાંચેક વર્ષ અગાઉ RTI ના દાયરામાંથી Gujarat ACB ને બહાર લાવવામાં આવી અને ત્યારથી તપાસકાંડ શરૂ થયા છે.

અરજીના નામે ચાલતો તોડકાંડ

Gujarat Police માં અનેક વિભાગો અને બ્રાંચ છે. જેમાં ACB, CID Crime, ક્રાઈમ બ્રાંચ (Crime Branch) સાયબર ક્રાઈમ સેલ અને આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં અરજીના નામે આજે પણ તોડકાંડ ચાલી રહ્યાં છે. વર્ષે દહાડે બિન સત્તાવાર રીતે આ બ્રાંચોમાં આક્ષેપિતોને ડરાવી-ધમકાવીને ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ કરોડો રૂપિયાનો તોડ કરે છે. આ ઉપરાંત શહેર-જિલ્લા કક્ષાએ જમીન વિવાદના કેસો માટે બનેલી SIT પણ તેમાંથી બાકાત નથી. છેલ્લાં પાંચેક વર્ષમાં સાયબર ક્રાઈમના કેસોમાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે અને તેનો ગેરલાભ ભ્રષ્ટાચારી અધિકારીઓ બેફામપણે ઉઠાવી રહ્યાં છે. અરજીના નામે લાખો રૂપિયા આક્ષેપિતો પાસે ખંખેરી લેવામાં આવે છે. રાજ્યના મોટાભાગના જિલ્લા-શહેરોમાં આ તોડપાણીની પ્રથા યથાવત છે. સિનિયર IPS અધિકારીઓના આર્શીવાદ વિના આ તમામ તોડકાંડ સંભવ નથી.

સિનિયરોની નબળાઈ અને સરકારની નીતિ જવાબદાર

Gujarat Police માં ચાલતા તોડકાંડ અને તપાસકાંડથી ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં બેસતા IPS અધિકારીઓ બેખબર નથી. છેલ્લાં એકાદ વર્ષમાં આવી અનેક ફરિયાદો-અરજી પોલીસ ભવન, ACB અને મંત્રી સુધી પહોંચી છે. તોડકાંડમાં સિનિયર IPS અધિકારીઓની દેખાતી સંડોવણી સામે આવવા છતાં PI, PSI અને પોલીસ કર્મચારીઓ (નાની માછલીઓ) સામે કાર્યવાહી કરવામાં આવે છે. મોટા મગરમચ્છો સામે કાર્યવાહી કરવામાં સિનિયર IPS અધિકારીઓ પાછીપાની કરી ભ્રષ્ટાચાર અને ગેરરિતીને બળ આપે છે. બીજી તરફ ગુજરાત સરકાર પણ ભ્રષ્ટાચારને મુદ્દો ગણતી ના હોય તેમ જવાબદારોને ખુલ્લેઆમ છાવરે છે.

આ પણ વાંચો - Rape Case : ચકચારી બળાત્કાર કેસમાં ફરાર બિલ્ડર પૂજારી બનીને છૂપાયો હતો

આ પણ વાંચો - Gujarat ATS ની ચાલાકી, તોડબાજ PI તરલ ભટ્ટ બરાબરના ભેરવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Achal Tyagi IPSBankim PatelBankim Patel JournalistBhavnagar PoliceCID CrimeCricket BettingCrime BranchCRPC 102Cyber Crime CellDCBEOWGovernment Of GujaratGSTGujarat ACBGujarat FirstGujarat PoliceJ R Mothalia IPSJ R Mothaliya IPSJunagadh PoliceLCBPI Taral BhattPolice BhavanRTISITTaral Bhatt
Next Article