Banaskantha: બનાસકાંઠામાં રૂપિયા માટે મડદાં ઉખેડ્યા, વડગામના વેપારીનું તરકટ જોઈ ચોંકી ઉઠશો
- વીમાના રૂપિયા 1.26 કરોડ પાસ કરાવવા રચાયું તરકટ
- વેપારીએ સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી
- ઢેલાણા ગામના દલપતસિંહ પરમારે દેવું ચૂકવવા રચ્યું કારસ્તાન
Banaskantha: લોકો રૂપિયા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. માત્ર પૈસા માટે કોઈ મોતનું તરકટ રચે એવું માનવામાં આવે ખરૂ? જી હા આવી જ એક ઘટના બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરામાં બની છે. અહીં 6 દિવસ પહેલા સળગેલી એક કારમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે અત્યારે મોટી વિગતો સામે આવી છે. કારણે કે, તે ઘટના કોઈ અકસ્માત નહોતી પરંતુ કેટલાક લોકો દ્વારા રૂપિયા માટે રચવામાં આવેલું તરકટ હતું.
આ પણ વાંચો: આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે, 6.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું કાશ્મીર
દેવું ચૂકવવા માટે તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું
વિગતે વાત કરવામાં આવે તો, દેવું ચૂકવવા વિમાના 1.26 કરોડ પાસ કરાવવા માટે વેપારીએ સ્મશાનમાંથી લાશ કાઢી કાર સાથે સળગાવી દીધી હતી. આ સમગ્ર કારસ્તાન વડગામ તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાન કરસનભાઈ પરમારએ દેવું ચૂકવવા માટે રચ્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીએ કોઈ અન્ય વ્યક્તિના મૃતદેહનો ઉપયોગ કરીને આ કારસ્તાનને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: Bhuj : યુવતીનાં અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ કરી ક્રૂર હત્યા
આરોપીને રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવો હતો
વેપારીએ એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો એલ.આઇ.સી વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરવા માટે આ તરખટ રચ્યું હતું. ઢેલાણા ગામના મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી પ્રવાહી છાંટી કાર સળગાવી દીધો હતો. આરોપીએ રૂપિયા માટે આ સમગ્ર કારસ્તાનને અંજામ આપ્યો હતો પરંતુ પોલીસે આ કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે અત્યારે આ કારસ્તાન રચનારા ત્રણ લોકોની અટકાયત કરી છે, જો કે, આ કારસ્તાનનો મુખ્ય આરોપી દલુપતસિંહ ઉર્ફે ભગવાન કરસનજી પરમાર અત્યારે પણ ફરાય છે. પોલીસે તેની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gondal : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવું હત્યાનું કાવતરું, હકીકત જાણી તમે પણ ચોંકી જશો!