Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવરાત્રીમાં નવા સ્ટેપ સાથે ગરબે રમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, ગરબા ક્લાસીસોમાં ધમધમાટ વધ્યો

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે ભારતીય પરંપરાગત નવરાત્રી મહોત્સવ. આદ્યશક્તિના ઉપાસના પર્વને આડે હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં ખેલૈયાઓમાં જબરા ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજા ખેલૈયાઓ કરતા વધારે સારૂ...
નવરાત્રીમાં નવા સ્ટેપ સાથે ગરબે રમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ  ગરબા ક્લાસીસોમાં ધમધમાટ વધ્યો

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

Advertisement

વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે ભારતીય પરંપરાગત નવરાત્રી મહોત્સવ. આદ્યશક્તિના ઉપાસના પર્વને આડે હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં ખેલૈયાઓમાં જબરા ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

બીજા ખેલૈયાઓ કરતા વધારે સારૂ પરફોર્મન્સ કરવાનો ઉત્સાહ 

આધુનિક સમયમાં ધાર્મિક ઉપાસના પર્વની સાથે ટ્રેડીશઞલ ડ્રેસ અને વિવિધ સ્ટાઈલના સ્ટેપ ગરબાનો ક્રેઝ સર્વત્ર જોવા મળી રહ્યો છે. આ ક્રેઝના પગલે બોટાદ ખાતે પણ ખેલૈયા ભારે ઉત્સાહભેર નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે. આ નવરાત્રિમાં બીજા ખેલૈયાઓ કરતા વધારે સારૂ પરફોર્મન્સ બતાવવા અને તનતોડ મહેનત કરી લેટેસ્ટ સ્ટાઈલથી ગરબે રમવા માટે બહેનો મોટી સંખ્યામાં સજજ થઇ રહેલી જોવા મળી રહી છે.

Advertisement

ગરબા શિખવા માટેના ક્લાસિસમાં ગરબા શોખીનોનો ધમધમાટ

આ નવરાત્રિ અનુસંધાને બોટાદ ખાતે સ્ટેપ ગરબા શિખવા માટેના ક્લાસિસમાં ગરબા શોખીનોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પર્વ ને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કલાસીસમાં અલગ અલગ ગરબાના સ્ટેપ શીખવા મળે છે જેથી નવરાત્રિ મા આપણે કંઈક અલગ પરફોર્મન્સઆપી શકીએ તેમ ગરબા શીખવા આવતા ભાવનાબેને જણાવ્યું હતું.

Tags :
Advertisement

.