Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોસ્કો સોસાયટીમાં રહીશો એક સરખા ટ્રેડિશનલ ડ્રેસમાં રહી ગરબાની રમઝટ બોલાવી

માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યો છે અને તેમાંય બે વર્ષ બાદ ઠેર ઠેર સોસાયટીઓમાં ગરબાના આયોજન થઈ રહ્યા છે ત્યારે રોસ્કો સોસાયટીમાં પ્રથમ વખત ગરબાનું આયોજન કરી ખેલૈયાઓએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કહ્યું ભગવાને જીવન આપ્યું છે મન મૂકીને ગરબા રમી લેવા જોઈએ તેવી પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી.કોરોના સંક્રમણમાં એકબીજાથી દૂર રહેતા લોકો ફરી એકવાર એક સાથે થઈ રહ્યા હોય તેમ કોર
રોસ્કો સોસાયટીમાં રહીશો એક સરખા ટ્રેડિશનલ ડ્રેસમાં રહી ગરબાની રમઝટ બોલાવી
માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિ ચાલી રહ્યો છે અને તેમાંય બે વર્ષ બાદ ઠેર ઠેર સોસાયટીઓમાં ગરબાના આયોજન થઈ રહ્યા છે ત્યારે રોસ્કો સોસાયટીમાં પ્રથમ વખત ગરબાનું આયોજન કરી ખેલૈયાઓએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કહ્યું ભગવાને જીવન આપ્યું છે મન મૂકીને ગરબા રમી લેવા જોઈએ તેવી પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી.
કોરોના સંક્રમણમાં એકબીજાથી દૂર રહેતા લોકો ફરી એકવાર એક સાથે થઈ રહ્યા હોય તેમ કોરોના સંક્રમણ ટળી જવાના કારણે ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીમાં ગરબાની રોનક સોળે કળાએ ખીલી ઉઠી છે જેમાં ખાનગી પ્લોટોમાં ગરબા કરતા વધુ ગરબાની રોનક સોસાયટી વિસ્તારોમાં જોવા મળી રહી છે.
જેમાં ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રોસકો સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને સોસાયટીના તમામ રહીશો એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને સાથે સોસાયટીના રહીશો એક સરખા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રોનક જમાવી રહ્યા છે જેના કારણે સોસાયટી વિસ્તારોમાં પણ માં જગદંબાની આરાધના સોળે કળાએ ખીલી ઉઠી છે.
સમગ્ર ભરૂચ શહેરમાં ગરબાના આયોજનો ચાલી રહ્યા છે ત્યારે ભરૂચમાં રોસ્કો સોસાયટીમાં એક સરખા ટ્રેડીશનલ વસ્ત્રો ધારણ કરી સોસાયટીના રહીશો ગરબાની રોનક જમાવી રહ્યા છે સાથે જ કોરોનાના કારણે બે વર્ષ ઘરમાં પુરાઈ રહ્યા બાદ કોરોના સંક્રમણનું સંકટ ટળી જવાના કારણે સોસાયટીના રહીશોએ પણ ગરબાનું આયોજન કરી પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.