Vadgam farmers protest: 125 ગામના ખડૂતો એક સાથે, 25 હજાર ખેડૂતોનો ચૂંટણી બહિષ્કાર
Vadgam farmers protest: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો દ્વારા સરકાર સામે લાલ આંખ કરવામાં આવી છે. તે સાથે આ વખતે વડગામના ખેડૂતો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
- 25 હજાર ખેડૂતોનો ચૂંટણી બહિષ્કાર
- વર્ષ 2024 ના બજેટમાં તળાવ ગ્રાન્ટનો સમાવેશ નહીં
- આ તળાવને છેલ્લા 30 વર્ષથી ભરવામાં આવ્યું નથી
25 હજાર ખેડૂતોનો ચૂંટણી બહિષ્કાર
જો કે હાલમાં, રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં વિવધ રાજ્યને લગતા વિકાશીલ કાર્યોને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠાના વડગામના તળાવનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે કે... આ તળાવમાં પાણીને યોગ્યસર ભરવામાં આવી રહ્યું નથી. તેથી વડગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.
વર્ષ 2024 ના બજેટમાં તળાવ ગ્રાન્ટનો સમાવેશ નહીં
રાજ્યાના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં કરમાવદ તળાવ ભરવા માટે ગ્રાન્ટનો ઉલ્લેખ કરાયો નથી. ત્યારે જલોત્રા ગામે ખેડૂતોએ બેઠક યોજી ફરીથી જળ આંદોલન અને ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 25 હજાર લોકોએ રેલી કાઢી સરકાર બજેટમાં તળાવનો સમાવેશ કરી ગ્રાન્ટ મંજૂર તેવી માંગ કરવામાં આવી હતી.
આ તળાવને છેલ્લા 30 વર્ષથી ભરવામાં આવ્યું નથી
ત્યારે વર્ષ 2024 ના બજેટમાં પણ કરમાવદ તળાવનો સમાવેશ ન કરતાં, ખેડૂતો દ્વારા ફરી એકવાર આંદોલને આહ્વાન આપ્યું છે. આ આંદોલન દ્વારા પાલનપુર અને વડગામ તાલુકામાંથી 125 ગામડાઓમાના ખેડૂતો કરમાવદ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. જો કે આ તળાવને છેલ્લા 30 વર્ષથી ભરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: Surat drug racket: રાજ્યમાંથી ફરી એકવાર NCB એ દરોડા પાડી Drugs નો કર્યો ઘટસ્ફો