Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget પર PM મોદીનું નિવેદન, કહ્યું- દેશના દરેક વર્ગને સમૃદ્ધ કરશે આ બજેટ...

PM નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ (Budget)ને ઐતિહાસિક ગણાવ્યું છે અને કહ્યું છે કે, આ એક એવું બજેટ (Budget) છે જે દરેક વર્ગના લોકોને સમૃદ્ધિના માર્ગે લઈ જશે. તેમણે કહ્યું, આ આપણા દેશને પ્રગતિની અભૂતપૂર્વ ઉંચાઈઓ...
budget પર pm મોદીનું નિવેદન  કહ્યું  દેશના દરેક વર્ગને સમૃદ્ધ કરશે આ બજેટ

PM નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટ (Budget)ને ઐતિહાસિક ગણાવ્યું છે અને કહ્યું છે કે, આ એક એવું બજેટ (Budget) છે જે દરેક વર્ગના લોકોને સમૃદ્ધિના માર્ગે લઈ જશે. તેમણે કહ્યું, આ આપણા દેશને પ્રગતિની અભૂતપૂર્વ ઉંચાઈઓ પર લઈ જશે. સીતારમણ અને તેમની ટીમની પ્રશંસા કરતા PM એ કહ્યું કે, આ સ્વપ્નદ્રષ્ટા બજેટ (Budget) આપણા સમાજના દરેક વર્ગને ઉત્થાન અને સશક્તિકરણ કરશે અને બધા માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કરશે. PM મોદીએ કહ્યું કે, આ બજેટ (Budget)માં MSME સેક્ટરને ક્રેડિટ આપવાની સુવિધા વધારવા માટે નવી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઇકોસિસ્ટમને દરેક જિલ્લામાં લઈ જવા માટે બજેરમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટ (Budget) અમારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ઈકોસિસ્ટમ માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે.

Advertisement

PM મોદીએ કહ્યું- વિકાસ નવા સ્તરે પહોંચશે...

PM એ કહ્યું કે, અંતરિક્ષ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે 1,000 કરીદ રૂપિયાનું ફંડ હોય કે પછી એન્જલ ટેક્સ હટાવવાનો નિર્ણય હોય, આ બજેટ (Budget)માં આવા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. PM મોદીએ કહ્યું, છેલ્લા 10 વર્ષમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ ગતિને આગળ વધારતા, આ બજેટ (Budget) આપણા નવ-મધ્યમ વર્ગની આકાંક્ષાઓને વધુ પ્રબળ બનાવશે. આપણી યુવા પેઢીને અભૂતપૂર્વ તકો મળશે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અન્વ સ્તરે પહોંચશે, જેનાથી આપણા દેશના વિકાસને વેગ મળશે. ઉપરાંત, આ બજેટ (Budget) મધ્યમ વર્ગને પહેલા કરતા વધુ સશક્ત બનાવશે!

Advertisement

ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદામાં વધારો...

PM એ કહ્યું, આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘટમાં ઉદ્યોગસાહસિકો બનાવવા પડશે. આ હેતુ માટે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી નાના વેપારીઓ, ખાસ કરીને મહિલાઓ, દલિત, પછાત અને આદિવાસી પરિવારોમાં સ્વરોજગારીને વેગ મળશે. PM એ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગને કરમાં રાહત મળતી રહે. આ બજેટ (Budget)માં પણ ઇન્કમ ટેક્સ ઘટાડવા એ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાનો મોટો નિર્યણ લેવામાં આવ્યો છે. TDS નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે. આ પગલાથી દરેક કરદાતા માટે વધારાની બચત થશે.

ગરીબો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાનો નિર્ણય લેવાયો...

PM એ કહ્યું, આ બજેટ (Budget)માં મોટું ફોકસ દેશના ખેડૂતો છે. અનાજ સગ્રહ માટે વિશ્વની સૌથી મોટી યોજના બાદ હવે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવા જઈ રહ્યા છીએ. આનાથી નાના ખેડૂતોને શાકભાજી, ફળો અને અન્ય પેદાશો માટે નવા બજારો મળશે અને સારા ભાવ મળશે. PM મોદીએ કહ્યું, દેશમાંથી ગરીબી ખતમ કરવાની અને ગરીબોને સશક્ત કરવાની દિશામાં આજના બજેટ (Budget)માં મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગરીબો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિવાસી ઉન્નતા ગ્રામ અભિયાન 5 કરોડ આદિવાસી પરિવારોને સંતૃપ્તિ અભિગમ મૂળભૂત સુવિધાઓ સાથે જોડશે. આ ઉપરાંત ગ્રામ સડક યોજના હેઠળ 25 હજાર નવા ગ્રામીણ વિસ્તારોને તમામ હવામાનના રસ્તાઓથી જોડવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Budget 2024 : નાણામંત્રીની ભેટ, મોબાઈલ ફોન અને સોના-ચાંદી ખરીદવું સસ્તું બનશે

આ પણ વાંચો : Union Budget 2024: બિહારે લૂંટ્યું બજેટ 2024! પ્રવાસન પેકેટ અને વિશેષ આર્થિક સહાય સાથે આટલા કરોડની ભેટ

આ પણ વાંચો : BUDGET 2024 : નાણામંત્રી દ્વારા TAX SLAB માં કરાયા ફેરફાર, જાણે તમને કેવી રીતે થશે ફાયદો!

Tags :
Advertisement

.