Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Parliament : 22 જાન્યુ.એ 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો, રામ વગર દેશની કલ્પના જ નહીં : અમિત શાહ

Parliament : સંસદ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેની થીમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાખવામાં આવી છે. રામ મંદિર પર જે પ્રસ્તાવ લાવવામાં આવશે તેમાં PMને મંદિર નિર્માણ માટે અભિનંદન  કરવામાં આવ્યા...
parliament   22 જાન્યુ એ 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો  રામ વગર દેશની કલ્પના જ નહીં   અમિત શાહ
Advertisement

Parliament : સંસદ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેની થીમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' રાખવામાં આવી છે. રામ મંદિર પર જે પ્રસ્તાવ લાવવામાં આવશે તેમાં PMને મંદિર નિર્માણ માટે અભિનંદન  કરવામાં આવ્યા હત. આ સાથે પ્રસ્તાવમાં રામ મંદિરને ભારત, ભારતીયતા, મહાન ભારત અને પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક તરીકે વર્ણવવામાં આવશે. તેના પર લોકસભામાં નિયમ 193 હેઠળ ચર્ચા થશે અને BJP  સાંસદ સત્યપાલ સિંહ તેને લોકસભામાં રજૂ કર્યો.

Advertisement

Advertisement

લોકસભામાં રામ મંદિર (Ram mandir )પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah)પોતાના સંબોધનમાં કહ્યું,આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવાજ રજૂ કરવા માંગુ છું. જે વર્ષો સુધી કોર્ટના કાગળોમાં દટાયેલો હતો. મોદીજી વડાપ્રધાન બન્યા પછી તેને અવાજ અને અભિવ્યક્તિ પણ મળી. 22 જાન્યુઆરીનો દિવસ હજારો વર્ષોથી ઐતિહાસિક બની ગયો છે, જે લોકો ઈતિહાસ અને ઐતિહાસિક ક્ષણોને ઓળખતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. 22 જાન્યુઆરી એ સંઘર્ષ અને ચળવળનો અંત છે  1528માં શરૂ થયેલી ન્યાય માટેની લડાઈ આ દિવસે પૂરી થઈ હતી.

અમિત શાહે સંસદમાં કહ્યું કે 22 જાન્યુઆરી પછી તેઓ અદ્ભુત આધ્યાત્મિકતાનો અનુભવ કર્યો

અમિત શાહે સંસદમાં કહ્યું કે 22 જાન્યુઆરી પછી તેઓ અદ્ભુત આધ્યાત્મિકતાનો અનુભવ કરી રહ્યા છે. રામ વિના દેશની કલ્પના કરવી શક્ય નથી. રામ મંદિરની સ્થાપના એ સૌભાગ્યની વાત છે અને આપણી પેઢી આ બાબતમાં ખૂબ ભાગ્યશાળી છે. 22 જાન્યુઆરીનો દિવસ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. 22મી જાન્યુઆરી એ મહાન ભારતની યાત્રાની શરૂઆત છે.

રામજન્મભૂમિનો ઈતિહાસ ઘણો લાંબો

અમિત શાહે કહ્યું કે રામજન્મભૂમિનો ઈતિહાસ ઘણો લાંબો છે. આ યુદ્ધ 1528 થી લડાઈ રહ્યું હતું. કાનૂની લડાઈ લગભગ 500 વર્ષ પછી સમાપ્ત થઈ. હું એવા તમામ યોદ્ધાઓને યાદ કરવા માંગુ છું જેઓ લડ્યા હતા. આ સપનું મોદીજીના સમયમાં પૂરું થવાનું હતું. રામ મંદિરના નિર્માણને ધર્મ સાથે ન જોડવું જોઈએ. રામ દેશની જનતાનો આત્મા છે. રામાયણને ઘણા દેશોએ સ્વીકાર્યું છે.

આ પણ વાંચો - Amit Shah : CAA ને લઇને ગૃહ મંત્રી અમિત શાહનું મોટું એલાન…

Tags :
Advertisement

Trending News

.

×