Rajkot Game Zone Fire : આ અકસ્માત નથી, આ દુર્ઘટના નથી, આ હત્યાકાંડ છે...
કહેવાય છે ને, ઈતિહાસના પાનાઓ ફરે છે અને કિસ્સાઓનું પુનરાવર્તન કરે છે. તે વાત આજે ગુજરાતમાં પુરવાર થઈ છે. તેની પાછળ એક અને માત્ર સરકારી નોકરો જબાબદાર છે. જે જાહેર સંસ્થાઓ પણ કોઈ પણ પ્રકારની બચાવ સુવિધાઓ વગર ધમ-ધોકાર સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જીવલેણ બનતી ઘટનાને લઈ સરકાર માત્ર ખોખલા વાયદાઓ કરતી જોવા મળે છે. ઘટનાના આરોપીઓને પકડી પાડવા માટે કામની નહીં, પરંતુ નામની સ્પેશ્યલ ટીમની તૈયારીઓ કરતી હોય છે. અને અવાર-નવાર એક સરખી જીવલેણ ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય છે. શનિવાર ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ ફાટી (Rajkot Fire) નીકળી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.