Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્કૂલ વાનમાંથી બાળકો રોડ પર પટકાયા, CCTV વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ હકીકતે તો સ્થિતી કંઇ અલગ જ છે....
vadodara   સ્કૂલ વાનમાંથી બાળકો રોડ પર પટકાયા  cctv વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ હકીકતે તો સ્થિતી કંઇ અલગ જ છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલ (VADODARA SOCIAL MEDIA CIRCLE) માં એક વિડિયો ભારે વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો દરવાજો ખુલી જતા ખરાબ રીતે બહાર પડે છે. તેમની સાથે સ્કૂલ બેગ પણ ફંગોળાઇ જાય છે. આ ઘટના કોઇ સોસાયટીમાંથી નિકળતા ઘટી હોવાનો અંદાજ વાયરલ સીસીટીવી પરથી લગાડવામાં આવી રહ્યો છે.

Advertisement

વડોદરાનો હોવાનો પ્રાથમિક અંદાજ

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને સ્કૂલે વાનમાં જતા સમયે સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે તંત્રદ્વારા સતર્ક રહીને કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રની સતર્કતાની લોકોમાં સરાહના જોવા મળી રહી છે, તો તે વાતને વાન ચાલકો કડકાઇની દ્રષ્ટિએ જોઇ રહ્યા છે. તેવામાં હજી પણ સ્કૂલ વાન ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો વડોદરાનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. અને વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યો છે.

ડિકીનો દરવાજો ખુલી જાય

આ સીસીટીવીમાં જોવા મળ્યા પ્રમાણે, 19 જુન,ના રોજ સવારે 11 - 47 કલાકની આ ઘટના છે. જેમાં સોસાયટીની એક ગલીમાંથી બાળકો ભરેલી સ્કૂલ વાન નિકળે છે. સ્કુર વાન માંડ 150 મીટર જેટલુ આગળ આવે છે, ત્યાં તો તેની પાછળની ડિકીનો દરવાજો ખુલી જાય છે. અને તેમાંથી સ્કૂલ ડ્રેસમાં બેઠેલી વિદ્યાર્થીનીઓ ખરાબ રીતે જમીન પર પડે છે. તેમની સાથે તેમના સ્કૂર બેગ પણ પડે છે. દરમિયાન નજીકમાં ઘર બહાર હિંચકા પર અને બાઇક પર બેઠેલા લોકો તુરંત દોડીને બહાર આવે છે. અને વિદ્યાર્થીનીને ઉંચકીને ઘરે લઇ જાય છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

ગણતરીના કલાકોમાં ગિરફ્તારી

તો બીજી તરફ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. આ વિડિયો મકરપુરા વિસ્તારમાં આવેલી તુલસીશ્યામ સોસાયટીનો હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ લંબાવી હતી. ગણતરીના કલાકોમાં જ બેદરકાર સ્કૂલ વાન ચાલક પ્રતિક પઢીયાર સુધી પોલીસે પહોંચીને તેની અટકાયત કરી હતી. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી પાસે લર્નિંગ લાયન્સન છે. તેને રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : ધમકી સાચી પડી, જાહેરમાં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા

Tags :
Advertisement

.