Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ACB એ નિવૃત તલાટી સહિત 2 ને લાંચ કેસમાં પકડ્યા, સર્કલ ઑફિસરની સંડોવણીની તપાસ થશે

ACB : ગુજરાતના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ડગલેને પગલે ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. કલેક્ટરથી લઈને તલાટી સુધીના તમામ લોકો રૂપિયા વિના કામ કરવા જ તૈયાર નથી. વચેટીયાઓ થકી રાજ્યભરમાં ફેલાયેલા મહેસૂલ વિભાગના બાબુઓ પ્રતિદિન લાખો-કરોડો રૂપિયાની લાંચ મેળવે...
acb એ નિવૃત તલાટી સહિત 2 ને લાંચ કેસમાં પકડ્યા  સર્કલ ઑફિસરની સંડોવણીની તપાસ થશે
Advertisement

ACB : ગુજરાતના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ડગલેને પગલે ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. કલેક્ટરથી લઈને તલાટી સુધીના તમામ લોકો રૂપિયા વિના કામ કરવા જ તૈયાર નથી. વચેટીયાઓ થકી રાજ્યભરમાં ફેલાયેલા મહેસૂલ વિભાગના બાબુઓ પ્રતિદિન લાખો-કરોડો રૂપિયાની લાંચ મેળવે છે. પાટણ જિલ્લા (Patan District) ના હારીજ ખાતે Gujarat ACB ની ટીમે છટકું ગોઠવી નિવૃત્ત તલાટી અને એક યુવકને રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. પકડાયેલા બે શખ્સોની સર્કલ ઑફિસર સાથેની સાંઠગાંઠ અંગેની ટીમ એસીબી (Team ACB) તપાસ ચલાવી રહી છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા માગવા તેમજ સ્વીકારવામાં આવેલી લાંચના મામલામાં ACB એ મૂળ સુધી પહોંચવા મથામણ શરૂ કરી છે. ભૂતકાળમાં પણ Gujarat ACB લાંચ કેસમાં માત્ર વચેટીયાઓને ઝડપી ચૂકી છે. ભ્રષ્ટાચારીઓને સંદેશો આપવા માટે જ એસીબી વચેટીયાઓ સામે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

ACB ની ટીમે કોને-કોને લાંચ લેતા પકડ્યા ?

Gujarat ACB ને લાંચ અંગેની એક ફરિયાદ ACB Toll Free નંબર 1064 પર મળી હતી. ફરિયાદના આધારે મહેસાણા એસીબીના પીઆઈ એસ. ડી. ચાવડા (PI S D Chavda) એ પાટણના હારીજ ખાતે એક છટકું ગોઠવ્યું હતું. હારીજના સર્કલ ઑફિસર શૈલેષ નાડોદા (Shailesh Nadoda) પાસે રહેલા જમીન વેચાણની નોંધના એક મામલામાં લાંચ માગવામાં આવી હતી. Team ACB એ પાંચ દિવસ અગાઉ હારીજ પાલિકા કોમ્પલેક્ષમાં આવેલા સ્ટેમ્પ વેન્ડરની એક દુકાનમાંથી લાંચ માગનાર અને 30 હજાર સ્વીકારનાર એમ બે ખાનગી શખ્સોને ગત બુધવારે રંગે હાથ ઝડપ્યા હતા. સરકારી કામની પતાવટના નામે લાંચ માગનાર રમેશ દલપતરામ અખાણી અને સ્વીકારનાર વિપુલ પ્રફુલભાઇ પરમારની ધરપકડ કરી તપાસ આરંભી છે.

Advertisement

Advertisement

લાંચ કેમ માગવામાં આવી ?

પાટણ જિલ્લાના રહીશના પિતરાઈની માલિકીની જમીન એક સ્થાનિક વ્યક્તિને થોડાક મહિનાઓ અગાઉ વેચવામાં આવી હતી. જમીન ખરીદનારના નામે સરકારી ચોપડે નામ ચઢાવવાની જવાબદારી વેચનારે લીધી હોવાથી હારીજ સર્કલ ઑફિસરનો કામ અર્થે સંપર્ક કર્યો હતો. સર્કલ ઑફિસર હારીજ (Circle Officer Harij) શૈલેષ નાડોદાએ નોંધ મંજૂર નહીં કરી વાંધો કાઢ્યો હતો. નોંધ પાડવામાં અવરોધરૂપ બાબતનું સમાધાન પણ લાવી દેવામાં આવ્યું હતું. આમ છતાં સરકારી ચોપડે જમીન ખરીદનારનું નામ ચઢતું ન હતું. ACB ના ફરિયાદી નિવૃત્ત તલાટી (Retired Talati) રમેશ અખાણીના સંપર્કમાં આવતા તેણે એક સર્વે નંબર પેટે 20 હજાર એમ કુલ ત્રણ સર્વે નંબરના 60 હજાર રૂપિયામાં કામ કરાવી આપવાની ખાતરી આપી હતી. રકઝકના અંતે 30 હજાર રૂપિયા નક્કી થયા હતા.

સર્કલ ઑફિસરની સંડોવણી અંગે તપાસ ચાલુ

દસેક વર્ષ અગાઉ હારીજ તાલુકાના એક ગામના તલાટી રહી ચૂકેલાં રમેશ અખાણીનો મોબાઈલ ફોન Anti Corruption Bureau એ કબજે લીધો છે. ACB ના અધિકારીને આશંકા છે કે, કોઈપણ ખાનગી વ્યક્તિ સરકારી ઑફિસમાં અટવાયેલા કામને પાર પાડવા બારોબાર લાંચ કેવી રીતે માગે ? Gujarat ACB એ કબજે લીધેલા અખાણીના મોબાઈલ ફોનના નંબર આધારે CDR તેમજ ડીલીટ કરાયેલો ડેટા FSL ની મદદથી મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. હારીજ સર્કલ ઑફિસર શૈલેષ નાડોદા અને નિવૃત્ત તલાટી રમેશ અખાણીના સંપર્ક-સંબંધોની પોલ મોબાઈલ ફોન જ ખોલી શકે તેમ છે.

આ પણ વાંચો : Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?

આ પણ વાંચો : Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત

આ પણ વાંચો : SBI : મૃતક ASI ના પરિવારને બેંકે 1 કરોડનો ચેક કેમ આપ્યો ?

Tags :
Advertisement

Trending News

.

×