Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

VADODARA : તાજેતરમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ (VADODARA AHMEDABAD EXPRESS HIGHWAY) હાઇવે પર મધ્યપ્રદેશ પાસીંગની લક્ઝરી બસમાંથી કેટલાક શખ્સો દ્વાર ઉતરીને હાથમાં દંડા રાખીને કાર ચાલક દંપતિ જોડે ગુંડાગીરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) દ્વારા અવાજ ઉઠાવવામાં...
vadodara   એક્સપ્રેસ હાઇ વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

VADODARA : તાજેતરમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ (VADODARA AHMEDABAD EXPRESS HIGHWAY) હાઇવે પર મધ્યપ્રદેશ પાસીંગની લક્ઝરી બસમાંથી કેટલાક શખ્સો દ્વાર ઉતરીને હાથમાં દંડા રાખીને કાર ચાલક દંપતિ જોડે ગુંડાગીરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા આખરે વાસદ પોલીસ મથક (VASAD POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સ્થળ પર જઇને તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે. વિડિયો વાયરલ થયા બાદ પણ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી. જો કે, આ મુદ્દો ગુજરાત ફર્સ્ટ દ્વારા અસરકારક રીતે ઉઠાવવામાં આવતા આખરે પોલીસ તપાસની શરૂઆત થઇ છે.

Advertisement

વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દંપતિ પોતાની કારમાં જઇ રહ્યું હતું. દરમિયાન પાછળથી આવતી એમપી પાસીંગની લક્ઝરી બસ દ્વારા કારની આગર બસ રોકીને કારને અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ લક્ઝરી બસમાંથી ઉતરેલા કેટલાક શખ્સો દ્વારા હાથમાં દંડા-લાકડી રાખીને દહેશતનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. ત્યાર બાદ આ મામલો ગુજરાત ફર્સ્ટ દ્વારા અસરકારક રીતે ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ હરકતમાં આવી હતી.

ગુંડાગીરી કરનાર શખ્સોની શોધખોળ

સમગ્ર મામલે વાસદ પોલીસ મથકમાં સરકાર તરફે હેડ કોન્સ્ટેબલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. દંડા-પાઇપો જેવા હથીયારો લઇ દંપતિ પર હુમલો કરવો અને ડરાવવા-ધમકાવવા સહિતની કલમો ફરિયાદમાં ઉમેરવામાં આવી છે. સુત્રોએ ઉમેર્યું કે, લક્ઝરી બસના નંબરના આધારે તેના માલિક અને ગુંડાગીરી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ 15, જુનના રોજ ઘટેલી ઘટનાને 11 જેટલા દિવસ વિતી જાય ત્યાર બાદ કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીને લઇને તરહ તરહની ચર્ચાઓએ જોરપકડ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું

Advertisement
Tags :
Advertisement

.