મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના મહેસાણાના નંદાસણ નજીક બની છે. મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી.
મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ લક્ઝરી બસ પલટતા બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોડ પર અક્સ્માત થતાં સ્થાનિક લોકો ઘાયલોની મદદે આવ્યાં હતા. ચાર ક્રેઇનની મદદથી લક્ઝરી બસને ઉચકી ઘાયલોને બહાર નીકળવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક પણ દૂર કરવામાં આવ્યો હતો.
લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે 3 ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો- પોલીસ સમક્ષ હાજર થયા પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જાણો યુવરાજસિંહે શું કહ્યું?