Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BUS ACCIDENT : મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત,બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોના મોત

મેક્સિકોમાં એક  માર્ગ અકસ્માતની  ઘટના સામે  આવી  છે  ત્યારે  શુક્રવારે ઓક્સાકામાં અચાનક બસ પલ્ટી જતાં દુર્ઘટના સર્જાઇ  છે .ત્યારે  આ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.   મૃતકોમાં...
bus accident   મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોના મોત

મેક્સિકોમાં એક  માર્ગ અકસ્માતની  ઘટના સામે  આવી  છે  ત્યારે  શુક્રવારે ઓક્સાકામાં અચાનક બસ પલ્ટી જતાં દુર્ઘટના સર્જાઇ  છે .ત્યારે  આ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Advertisement

મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આમાં મોટા ભાગના લોકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી છે. મૃતકોમાં બાળકો ઉપરાંત 13 પુરૂષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Advertisement

Advertisement

મળતી માહિતી અનુસાર  બસમાં 55 લોકો સવાર  હતા. તેમાંથી મોટાભાગના વેનેઝુએલાના હતા. આ ભયાનક અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા નેશનલ ધોરીમાર્ગ પર બન્યો હતો. મુસાફરો અમેરિકન-મેક્સિકન સરહદ સુધી પહોંચવા માટે સમગ્ર મેક્સિકોમાં બસ દ્વારા મુસાફરી કરે છે.

ગયા અઠવાડિયે પણ અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા

તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે. ગયા રવિવારે પણ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. તે ક્યુબન સ્થળાંતર કરનારાઓને દક્ષિણના રાજ્ય ચિયાપાસમાં લઈ જઈ રહ્યો હતો. તે ચિયાપાસમાં અચાનક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 ક્યુબન ઇમિગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 25 ઘાયલ થયા હતા.

આ પહેલા જુલાઈમાં પણ 27 લોકોના મોત થયા હતા

અગાઉ જુલાઈમાં પણ આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં મુસાફરોથી ભરેલી બસ ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.મહત્વનું છે કે આ અકસ્માતમાં મોટા ભાગના લોકો વિદેશી કે પ્રવાસી હતા, જે અમેરિકાની બોર્ડર પહોચવા માટે મેક્સિકોનો રસ્તો પસંદ કરે છે સમગ્ર મેક્સિકોમાં મોટા ભાગના રસ્તાઓ પહાડ પર બનાવવામાં આવ્યા છે, જેના કારણે બસ પલટવાની ઘટના પણ ઘણી બને છે.

આ  પણ  વાંચો-RUSSIA-UKRAINE WAR : રશિયાએ યુક્રેન પર ફરી કર્યો હુમલો, બાળક સહિત 23 લોકો ઘાયલ

Tags :
Advertisement

.