MEXICO : ભયાવહ રોડ અકસ્માતમાં 19 લોકો જીવતા આગમાં ભડથું બન્યા
MEXICO ROAD ACCIDENT : ભારતમાં દરરોજ અનેક મોટા અકસ્માતો થાય છે. જેના ફોટા અને વિડીયો ખુબ જ હ્રદયસ્પર્શી છે. હવે મેક્સિકોમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં લગભગ 19 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ટ્રક અને બસ વચ્ચે અથડાવાને કારણે થયો હતો.
ભયંકર અકસ્માતમાં 19 લોકો ભડથું બન્યા
#WATCH 🔴 At least 20 people have died, and 22 others were injured in a collision and fire involving a double-decker passenger bus and a trailer on a highway in the Mexican state of Sinaloa. The number of casualties may be higher, according to the civil defense service. pic.twitter.com/wOrSIOQHw0
— Voice of Europe 🌍 (@V_of_Europe) January 30, 2024
તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં આ હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. મુસાફરોથી ભરેલી બસને ટ્રકે ટક્કર મારી. બંને વાહનોની સ્પીડ વધુ હોવાથી બસમાં આગ લાગી હતી. જેના કારણે લોકોને બહાર જવાનો મોકો પણ મળ્યો ન હતો. આ અકસ્માતમાં 19 લોકો જીવતા દાઝી ગયા હતા, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની તસવીર ખૂબ જ વિચલિત કરનારી છે, કારણ કે અકસ્માત બાદ બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા.
ઘટના MEXICO ના માઝાટલાન અને લોસ મોચીસ હાઈવે પર બની
તમને જણાવી દઈએ કે આ ઘટના MEXICO માઝાટલાન અને લોસ મોચીસ હાઈવે પર બની હતી. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અકસ્માત બાદની તસ્વીરમાં બસ બળીને રાખ થઇ ગયેલી નજરે પડે છે. ફોટામાં બસની માત્ર ફ્રેમ જ દેખાય છે. આ અકસ્માત બાદ આ માર્ગ પર લાંબો જામ થઈ ગયો હતો. જે બાદમાં પોલીસે ધીમે ધીમે ખોલ્યું હતું. લોકોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાહત કાર્યમાં જોવા મળી ઝડપ
આવો તમને જણાવીએ કે આ અકસ્માત કેટલો ભયંકર હતો, તેનો અંદાજ તસવીર જોઈને લગાવી શકાય છે. માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ તાત્કાલિક એક ઈમરજન્સી ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઝડપી રાહત કાર્યને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. પરંતુ તેમ છતાં 19 લોકો જીવતા સળગતા મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો -- American F-16 ફાઈટર પ્લેન દક્ષિણ કોરિયાના પશ્ચિમ કિનારે ક્રેશ થયું