સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં 16 જવાન શહીદઘાયલ જવાનોને એયરલિફ્ટ કરવામાં આવ્યારોડથી ખીણમાં ખાબકી આર્મીની ગાડીરાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવીભારત-ચીન બોર્ડર પાસે સર્જાયો અકસ્માતઅકસ્માતમાં 3 JCD અને 13 જવાન શહીદરક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુંઘાયલ જવાનો જલ્દીથી સાજા થાય તેવી કામના:રાજનાથ સિંહ'માર્ગ અકસ્માતમાં શહીદ જવાનો અંગે શોકની લાગણી'ઉત્તર સિકà«
- સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં 16 જવાન શહીદ
- ઘાયલ જવાનોને એયરલિફ્ટ કરવામાં આવ્યા
- રોડથી ખીણમાં ખાબકી આર્મીની ગાડી
- રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
- ભારત-ચીન બોર્ડર પાસે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 3 JCD અને 13 જવાન શહીદ
- રક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
- ઘાયલ જવાનો જલ્દીથી સાજા થાય તેવી કામના:રાજનાથ સિંહ
- "માર્ગ અકસ્માતમાં શહીદ જવાનો અંગે શોકની લાગણી"
ઉત્તર સિક્કિમથી એક સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ભારતીય સેનાનું એક વાહન ખીણમાં ખાબકી ગયું છે. ઘટના બાદ તુરંત જ સેના અને સ્થાનિક પ્રશાસને મળીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 જવાનોના મોત થયા છે, જ્યારે ઘણા સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સેનાના જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સૈનિકોને જલ્દી હોસ્પિટલમાં ખસેડવા માટે એરફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે.
સિક્કિમાં સેનાનું વાહન ખીણમાં પડી જવાથી 16 જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ તુરંત જ સેના અને સ્થાનિક પ્રશાસને મળીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 જવાનો શહીદ અને ઘણા સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક એરલિફ્ટ કરાયા છે અને હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સૈનિકોને જલ્દી હોસ્પિટસમાં ખસેડવા માટે એરફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે. સેના દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે સવારે ત્રણ વાહનોનો કાફલો થંગુ માટે રવાના થયો હશે.
ઝેમાના માર્ગમાં એક ઊંડો ઢાળ આવ્યો અને તેના કારણે એક વાહને તેનું સંતુલન ગુમાવ્યું. જેના કારણે વાહન નીચે ખીણમાં પડી ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ મોટાપાયે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ જુનિયર કમિશંડ ઓફિસર અને 13 સૈનિકોના મોત થયા છે. વળી, ચાર સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હેલિકોપ્ટર દ્વારા બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું
સિક્કિમ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના બહાદુર સૈનિકોના જીવ ગુમાવ્યા વિશે જાણીને દુઃખ થયું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી દિલથી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ દુ:ખ વ્યક્ત કર્યું
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સિક્કિમની દુર્ધટના અંગે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોની દુર્ઘટના અંગે જાણીને ખૂબ જ દુઃખ થયું. રાષ્ટ્ર માટે તેમનું સમર્પણ, પ્રતિબદ્ધતા અને સખત મહેનત કાયમ યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો માટે પ્રાર્થના...
રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના મૃત્યુથી તેઓ ખૂબ જ દુઃખી છે. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી મારી ઈચ્છા છે.
સિક્કિમમાં સેનાનું વાહન ખીણમાં ખાબકી જતા 16 જવાનો શહીદ થયા છે. જેને લઇને હવે PMO એ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં આપણા બહાદુર જવાનોની શહાદતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય
: PM@narendramodi
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.