Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tarabh Valinath Dham : મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

મહેસાણાના (MEHSANA) તરભ ધામ (Tarabh Valinath Dham) ખાતે દેવાધિદેવ મહાદેવ વાળીનાથના ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Tarabh Dham Pran Pratishtha Mohotsav) આજે ચોથો દિવસ છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે 7...
tarabh valinath dham   મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે gujarat first ની ખાસ વાતચીત

મહેસાણાના (MEHSANA) તરભ ધામ (Tarabh Valinath Dham) ખાતે દેવાધિદેવ મહાદેવ વાળીનાથના ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Tarabh Dham Pran Pratishtha Mohotsav) આજે ચોથો દિવસ છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અંદાજે 7 લાખથી વધુ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. ત્યારે મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈએ (Taljabhai Desai) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement

મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે ખાસ વાતચીત

તરભ ધામ (Tarabh Dham) ખાતે યોજાઈ રહેલા દેવાધિદેવ મહાદેવ વાળીનાથના નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટી રહ્યા છે. ત્યારે ધામ ખાતે ભક્તો માટે રહેવા, ભોજન, દર્શન, પરિવહન અને આરોગ્ય સહિતની વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ મહોત્સવને લઈ મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈએ (Taljabhai Desai) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાળીનાથ ધામનો મહિમા અને રબારી સમાજ (Rabari Samaj) સાથે આ ધામની અતૂટ શ્રદ્ધા અને નાતા અંગે વિષેશ ચર્ચા કરતા કહ્યું કે, બ્રહ્મલીન પૂજ્ય બળદેવગીરીજી બાપુનું (Baldevgiriji Bapu) સ્વપ્ન હતું કે વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થાય. બ્રહ્મલીન બાપુનું સ્વપ્ન પૂરું કરવા હાલના 15 માં ગાદીપતિ જયરામગીરી બાપુની (Jayaramgiri Bapu) ઈચ્છાશક્તિ અને રબારી સમાજના આર્થિક સહયોગથી ભવ્યાતિભવ્ય વાળીનાથ ધામ ખાતે નવીન અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

'વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઊર્જા પ્રદાન થયેલી છે'

તળજાભાઈ દેસાઈએ આગળ જણાવ્યું કે, વાળીનાથ મહાદેવના દર્શનનો વિષેશ મહિમા સંકળાયેલ છે. આ શિવાલયને 4 ધામ અને 12 જ્યોર્તિલિંગ જેમ પરિભ્રમણ કરવામાં આવ્યું છે. આથી, આ શિવાલયના દર્શન માત્રથી ચાર ધામ યાત્રા અને 12 જ્યોર્તિલિંગનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમણે કહ્યું કે, વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઊર્જા પ્રદાન થયેલી છે. આથી, આ સ્થાનક સાથે ભક્તોમાં અતૂટ શ્રદ્ધાનો નવો સંચાર પણ થાય છે. 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સહિત દેશના પૂજ્ય સાધુ-સંતો અહીં પધારીને મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ સાથે વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Tarabh Dham : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા સહયોગ આપીશું…!

Tags :
Advertisement

.