Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ચૂંટણી પહેલા AAP માં વધુ એક ઝટકો, પિયુષ દેસાઈ કર્યો કેસરીયા

Surat : લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો શરૂ જ છે. સુરત(Surat)માં AAPને મોટો ફટકો લાગ્યો છે. માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈ (Piyush Desai)ની હાજરીમાં 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે AAPની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન...
surat   ચૂંટણી પહેલા aap માં વધુ એક ઝટકો  પિયુષ દેસાઈ કર્યો કેસરીયા

Surat : લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષ પલટો શરૂ જ છે. સુરત(Surat)માં AAPને મોટો ફટકો લાગ્યો છે. માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈ (Piyush Desai)ની હાજરીમાં 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તેમણે AAPની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન કરતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને નેતાઓની કથની અને કરણીમાં ફરક હોવાનું કહ્યું હતું. કાર્યકર્તા તન મન ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેમની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે (C R Paatil )ભાજપનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા.

Advertisement

Advertisement

તાજેતરમાં સુરતમાં(Surat) આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા. સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. 30 ઓક્ટોબર 2022ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022માં AAPએ વરાછા વિધાનસભાથી ટિકિટ આપી હતી. સુરતના વરાછાથી કુમાર કાનાણી સામે કથીરિયા હાર્યા હતા.ત્યારબાદ 18 એપ્રિલ 2024ના રોજ કથીરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું. છોડ્યું હતું. તેમની સાથે ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું હતું.

Advertisement

100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય

ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈની સાથે તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમાં જે શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા દ્વારા માલધારી ચલના તમામ કાર્યકર્તાઓને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. તો શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવા લાગશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કુશળ નીતિ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોને જોઈને માલધારી સેલના આ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

પિયુષ દેસાઈએ શું  કહ્યું ?

તો બીજી તરફ ભાજપમાં જોડાયેલા પિયુષ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની વિચારધારાનું પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલીકરણ કરતું નથી. આમ આદમી પાર્ટીના નેતાઓની કથની અને કરણીમાં દિવસ રાતનો ફરક દેખાઈ રહ્યો છે. કાર્યકર્તાઓ તન મન ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેમનો પાર્ટીમાં કદર થતી નથી અને એટલા માટે જ તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ  પણ વાંચો - Kshatriya Asmita Sammelan : ક્ષત્રિયોએ ગેનીબેનનું મામેરું કર્યું, કહ્યું- મારા શિરે જાગીરદાર સમાજે…

આ  પણ વાંચો - Rajkot : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં લેઉવા-કડવા પાટીદાર એક મંચ પર, આ તારીખે યોજાશે સ્નેહમિલન સમારોહ

આ  પણ વાંચો - NAVSARI : લોકસભા ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું બાઇક રેલી દ્વારા શક્તિ પ્રદર્શન

Tags :
Advertisement

.