Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone : SIT વડાના નિવેદને અધિકારીઓની ચિંતા વધારી! નવા મ્યુનિ. કમિશનર પણ એક્શન મોડમાં

Rajkot TRP GameZone : રાજકોટ અગ્નિકાંડ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મ્યુ. કમિશનરની રાતોરાત બદલી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ SIT ના વડા સુભાષ ત્રિવેદીના (Subhash Trivedi) નિવેદન બાદ ગતિવિધિઓ તેજ થઈ છે. રાજકોટ...
rajkot gamezone   sit વડાના નિવેદને અધિકારીઓની ચિંતા વધારી  નવા મ્યુનિ  કમિશનર પણ એક્શન મોડમાં

Rajkot TRP GameZone : રાજકોટ અગ્નિકાંડ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ મ્યુ. કમિશનરની રાતોરાત બદલી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ SIT ના વડા સુભાષ ત્રિવેદીના (Subhash Trivedi) નિવેદન બાદ ગતિવિધિઓ તેજ થઈ છે. રાજકોટ અગ્નિકાંડમાં આરોપીની પૂછપરછનો હવે ઘમઘમાટ શરૂ થઈ ગયો છે.

Advertisement

SIT ના રડારમાં રાજકોટના તત્કાલીન અધિકારીઓ!

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં SIT ના વડા સુભાષ ત્રિવેદીના () નિવેદન બાદ ગતિવિધિઓ તેજ બની છે. માહિતી મુજબ, SIT ના રડારમાં રાજકોટના (Rajkot) તત્કાલીન અધિકારીઓ આવ્યા છે તેવી લાગી રહ્યું છે. કારણ કે, ગેમઝોનમાં ગયેલા અધિકારીઓની વાઇરલ તસવીરને લઇ SIT ગંભીર બની છે એવી માહિતી છે. આ મામલે હવે જલદી પૂછપરછનો દોર શરૂ થઈ શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, તત્કાલીન કલેક્ટર અરુણ મહેશ બાબુની (Arun Mahesh Babu) SIT પૂછપરછ કરી શકે છે. ઉપરાંત, મ્યુનિ. કમિશનર અમિત અરોરા (Amit Arora), IPS પ્રવીણ મીણા અને બલરામ મીણા, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (Raju Bhargava) અને પૂર્વ મ્યુનિ. કમિશનર આનંદ પટેલની (Anand Patel) સઘન પૂરપરછ થઈ શકે છે. ઉપરાંત, સસ્પેન્ડ અને બદલી કરેલ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

Advertisement

સાથે જ એવા પણ અહેવાલ મળ્યા છે કે, રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓની મિલકત અને બેંક બેલેન્સની (Bank Balance) તપાસ પણ થઈ શકે છે. તપાસ માટે એન્ટીકરપ્શન બ્યુરોને (Anticorruption Bureau) મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. અલગ-અલગ અધિકારીઓની તપાસ કરવામાં આવી શકે છે. એસીબી (ACB) અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ શકે છે.

નવા મ્યુનિ. કમિશનર એક્શન મોડમાં

બીજી તરફ રાજકોટ અગ્નિકાંડ (Rajkot TRP GameZone) બાદ આનંદ પટેલની (Anand Patel) બદલી થતાં નવા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ એક્શનમાં આવ્યા છે. ચાર્જ સંભાળતાની સાથે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ રાજકોટમાં ફાયર NOC મુદ્દે તપાસ કરવા આદેશ આપ્યા છે. અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ 18 વોર્ડમાં કામગીરી કરવા દેવાંગ દેસાઈએ (Devang Desai) આદેશ કર્યા છે. બપોર બાદ કામગીરી શરૂ કરી 10 દિવસમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Game Zone Tragedy : આરોપી કિરીટસિંહના એડવોકેટ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ! વાંચો અહેવાલ

આ પણ વાંચો - Gandhinagar : ભાજપ મહિલા નેતાઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, શું છે વાત જાણો ?

આ પણ વાંચો - Bharuch Police : જૈન સાધ્વીઓ પર હુમલો કરનારની ધરપકડ જ ના કરાઈ

Tags :
Advertisement

.