Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજુ ભાર્ગવ બન્યા રાજકોટના નવા પોલીસ કમિશનર

રાજકોટ પોલીસ તોડકાંડ બાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેચના આઇપીએસ અધિકારી છે. થોડા મહિના પહેલા રાજકોટના પોલીસ કમિશનર રહેલા મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સામે તોડપાણીના આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા મનોજ અગ્રવાલની જૂનાગઢ એસઆરપી ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સીપાલ તરીકે બદલી કરી દેવાઇ હતી. ક્રાઇમ બà«
રાજુ ભાર્ગવ બન્યા રાજકોટના નવા પોલીસ કમિશનર
રાજકોટ પોલીસ તોડકાંડ બાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે. રાજુ ભાર્ગવ 1995 બેચના આઇપીએસ અધિકારી છે. 
થોડા મહિના પહેલા રાજકોટના પોલીસ કમિશનર રહેલા મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સામે તોડપાણીના આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા મનોજ અગ્રવાલની જૂનાગઢ એસઆરપી ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સીપાલ તરીકે બદલી કરી દેવાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાઇ હતી. 
ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહેમદને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. દરમિયાન , મંગળવારે આઇપીએસ રાજુ ભાર્ગવની રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી મંગળવારે રાજકોટમાં જ હતા ત્યારે આ બદલીનો હુકમ થયો હતો. 
રાજુ ભાર્ગવ 1995 બેચના આઇપીએસ અધિકારી છે અને તેઓ આર્મ યુનિટમાં એડીશનલ ડીજીપી તરીકે તેવા આપી રહ્યા હતા. તે પહેલા તેમને સેન્ટ્રલમાં ડેપ્યુટેશન પર મુકાયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.