Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : આ 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે રાજકોટ કોર્ટમાં 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. આ અધિકારીઓમાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel), પૂર્વ ડીસીપી સુધીરકુમાર દેસાઈ (SUDHIRKUMAR Chaudhary) સહિતના...
rajkot gamezone tragedy   આ 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot GameZone Tragedy) મામલે રાજકોટ કોર્ટમાં 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. આ અધિકારીઓમાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ (Anand Patel), પૂર્વ ડીસીપી સુધીરકુમાર દેસાઈ (SUDHIRKUMAR Chaudhary) સહિતના અધિકારીઓના નામ સામેલ છે. આ મામલે આગામી 20 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Advertisement

આ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે વકીલ વિનેશ છાયાએ (Vinesh Chhaya) રાજકોટ કોર્ટમાં (Rajkot COURT) 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે. આ અરજીમાં જે 13 અધિકારીઓના નામ છે તેમાં પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ (Raju Bhargava), પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ dcp સુધીરકુમાર દેસાઈ, પૂર્વ JCP વીધી ચૌધરી (Vidhi Chaudhary), મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ઓફિસર જયદીપ ચૌધરી, સસ્પેન્ડેડ ઓફિસર ગૌતમ જોશી, સસ્પેન્ડેડ ઓફિસર રોહિત વિગોરા (Rohit Vigora), સસ્પેન્ડેડ નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, પારસ કોઠિયા, વી.આર.પટેલ, એન.આઇ. રાઠોડ, ઇલિયાસ ખેર, બીજે ઠેબા સહિતના અધિકારીઓ સામેલ છે. માહિતી મુજબ, રાજકોટ કોર્ટે વકીલ વિનેશ છાયાની અરજીને ગ્રાહ્ય રાખી છે અને આ મામલે આગામી 20 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચેરમેન જયમીન ઠાકરે (Chairman Jaymin Thacker) કહ્યું કે, હું દોષિત સાબિત થઈશ તો રાજીનામું આપી દઈશ. પાર્ટી કહેશે તો રાજીનામું આપવા તૈયાર છું. જ્યારે, સ્વૈચ્છિક રાજીનામા અંગે પૂછવામાં આવ્યું તો જયમીન ઠાકરે કહ્યું કે, સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકાય. હું માત્ર 7 મહિનાથી જ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બન્યો છું. પરંતુ, જો ક્યાંય મારું નામ આવશે તો મારી પૂરી તૈયારી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone fire : એક વર્ષ પહેલા કાર્યવાહી થઈ હોત તો સર્જાયો જ ન હોત અગ્નિકાંડ!

Advertisement

આ પણ વાંચો - rajkot game zone fire : અગ્નિકાંડના 5 દિવસ બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો - Rajkot Tragedy : રૂ. 75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે!

Tags :
Advertisement

.