Rajkot GameZone : TPO સાગઠિયા સાથે BJP સિવાય કોંગ્રેસ નેતાઓની પણ સંડોવણી ? ચર્ચાએ જોર પકડ્યું
રાજકોટ TRP ગેમઝોન (Rajkot GameZone) અગ્નિકાંડનાં 4 આરોપીઓનાં આજે રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. જો કે, અધિકારીઓએ કરેલા ખુલાસા રાજકોટ SIT દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. ચર્ચા છે કે માત્ર ભાજપ (BJP) જ નહિ પણ કોંગ્રેસના કેટલાક નેતા પણ આરોપી TPO અધિકારી સાગઠિયા સાથે સંકળાયેલા છે.
4 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone) આરોપી અને મનપા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (TPO Mansukh Sagathia), ATPO મનસુખ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આજે તમામ આરીપઓને કોર્ટમાં (Rajkot Court) રજૂ કરવામાં આવશે. કોર્ટમાં આરોપીના વધુ રિમાન્ડ મંજૂર થશે કે પછી કસ્ટડીમાં મોકલાશે તે સુનાવણી પછી જ જાણી શકાશે. પરંતુ, આ વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે માત્ર ભાજપ જ નહિ પણ કોંગ્રેસના (Congress) કેટલાક નેતા પણ આરોપી TPO અધિકારી સાગઠિયા સાથે સંકળાયેલા છે. જો કે, આરોપી અધિકારીઓએ કરેલા ખુલાસા અંગે રાજકોટ SIT દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે : સુભાષ ત્રિવેદી
જણાવી દઈએ કે, ગઈકાલે SIT ના વડા સુભાષ ત્રિવેદીનું (Subhash Trivedi) નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અલગ-અલગ એજન્સીઓ દ્વારા તમામ મામલે તટસ્થ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં અનેક લોકો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. ફાયર વિભાગની કામગીરી કેવી છે ? મનપાનાં અલગ-અલગ વિભાગોની કામગીરી કેવી છે ? સહિત GDCR અને રૂડાનાં નિયમોને લઈને પણ તપાસ ચાલી રહી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શું ભૂલો થઈ તેની પણ તપાસ ચાલી રહી છે. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ કેસમાં જે પણ જવાબદાર હશે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot GameZone : અત્યાર સુધી રાજકોટમાં શું કરતા હતા ? : CM ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો - Rajkot GameZone : ઊંડાણથી તપાસની જરૂર, દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને : SIT વડા સુભાષ ત્રિવેદી
આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની તપાસમાં વધુ 20 અધિકારીઓ પર પૂછપરછની તલવાર!