Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone : ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો ?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone) મામલે ભ્રષ્ટાચાર અને બેદરકારીના સતત બોલતા પૂરાવા સામે આવી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ સંચાલકો અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેમઝોન શરૂ થયો ત્યારથી લઈ અગ્નિકાંડની...
rajkot game zone   ગેમઝોનને તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા કોર્પોરેટરે લાખોનો વહીવટ કર્યો

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone) મામલે ભ્રષ્ટાચાર અને બેદરકારીના સતત બોલતા પૂરાવા સામે આવી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ સંચાલકો અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેમઝોન શરૂ થયો ત્યારથી લઈ અગ્નિકાંડની ઘટના બની ત્યાં સુધી કાયદા અને નિયમોનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેની સતત પોલ ખુલી રહી છે. ત્યારે હવે TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે.

Advertisement

ગેમઝોનના ડિમોલેશનને અટકાવવા 1.50 લાખનો વહિવટ!

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ ટીઆરપી ગેમઝોનના ડિમોલેશનને (demolition) અટકાવવા માટે રૂ. 1.50 લાખનો વહીવટ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહની (Yuvraj Singh) પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ગેમઝોનના ડિમોલેશનને અટકાવવા માટે કોર્પોરેટ દ્વારા રૂ. 1.50 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. જો કે, આ હચમચાવે એવી વિગત સામે આવતા પોલીસ જવાબદાર કોર્પોરેટર સામે કાર્યવાહી કરશે કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

પોલીસની કામગીરી સામે પણ સવાલ

એવી પણ ચર્ચા છે કે પોલીસ (RAJKOT POLICE) દ્વારા આ સમગ્ર બાબત કાગળ પર લેવામાં આવી જ નથી. રાજકોટમાં સત્તાધીશોના કારણે અધિકારીઓ કામગીરી ન કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, હવે આગળની તપાસમાં પોલીસ દ્વારા કેવી અને કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહેશે. જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની (Rajkot TRP Game Zone) ગોઝારી ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 લોકોનાં મોત નીપજ્યા હતા. મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર રાજ્યના નાગરિકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone : પોલીસ વિભાગ, મ્યુ. કોર્પો., માર્ગ- મકાન વિભાગની ગંભીર બેદરકારી!

Advertisement

આ પણ વાંચો - Rajkot TRP GameZone : વિવિધ NoC, જમીન માલિકી બાબતનાં પૂરાવા રજૂ કર્યાં નહોતા!

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

Tags :
Advertisement

.