Lok Sabha election : રાહુલ ગાંધી, પરેશ ધાનાણી અને ઉમેશ મકવાણાને BJP નેતાએ આડેહાથ લીધા, વાંચો શું કહ્યું ?
લોકસભાની ચૂંટણીના (Lok Sabha election) પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે ભાજપને તેમની ટીકા કરવાની તક મળી ગઈ છે. દરમિયાન, કોંગ્રેસના વધુ એક જાણીતા નેતા અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) લઇને આપત્તિજનક નિવેદન આપ્યું હતું. ત્યારે આજે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત દરમિયાન ભાવનગરથી AAP ના ઉમેદવાર ઉમેશ મકવાણાએ (Umesh Makwana) મોટો બફાટ કર્યો અને રાજા-રજવાડાઓ અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ અને AAP ના નેતાઓ દ્વારા આ પ્રકારના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે અને ભાજપને વિરોધી પાર્ટીઓને આડે હાથ લેવાની તક મળી ગઈ છે.
રાહુલ ગાંધીને ઇતિહાસ ખબર નથી : યજ્ઞેશ દવે
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ (Yagnesh Dave) રાહુલ ગાંધી, પરેશ ધાનાણી અને ઉમેશ મકવાણાના નિવેદન સામે રોષ વ્યક્ત કરીને શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશનો ઈતિહાસ જાણતા નથી. કોણે જમીન દેશ માટે આપી એ પણ તેમને ખ્યાલ નથી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ એવા લોકોનું અપમાન કર્યું છે કે જેમણે પોતાની જમીન દેશના બંધારણ માટે અર્પણ કરી હતી. રાહુલ ગાંધીને દેશના બંધારણનો પણ ખ્યાલ નથી. ધર્મ આધારે અનામત આપવી તેવું ક્યાય નથી.
Rajkot: રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ | Gujarat First@INCGujarat @RahulGandhi @INCIndia @paresh_dhanani #rajkot #rahulgandhi #congress #pareshdhanani #eloquence #gujaratfirst pic.twitter.com/sU78fv4ZL2
— Gujarat First (@GujaratFirst) April 29, 2024
પરેશ ધાનાણી પર આકરા પ્રહાર
પરેશ ધાનાણી (Paresh Dhanani) પર શાબ્દિક પ્રહાર કરતા ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે, થોડા સમય પહેલા ટનાટન કવિતાઓ કહેતા હતા. પણ હવે રાહુલ ગાંધીના નિવેદન પર ચુપ કેમ છો ? પોતાની જ જ્ઞાતીને જ લઈને આવા શબ્દોનો ઉપયોગ કરે છે. પરેશ ધાનાણી જે શબ્દો બોલ્યા છે તે હું જાહેરમાં પણ ના બોલી શકું. કોઈ પણ જ્ઞાતિ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો તે સમગ્ર જ્ઞાતિનું અપમાન કહી શકાય. તેઓ પોતાની જ્ઞાતિનું પણ સન્માન કરતા નથી.
રાજા રજવાડાઓ પર હવે AAP નેતાનો મોટો બફાટ રાજા રજવાડાઓ હતા અફીણના વ્યસની..? | Gujarat First@CRPaatil @sanghaviharsh @YAJadeja @AamAadmiParty @ArvindKejriwal @MakwanaUmesh01 @Chaitar_Vasava @isudan_gadhvi @Gopal_Italia @YSJRSG#crpatil #harshsanghavi #yuvarajsinhjadeja… pic.twitter.com/Vxa4vl8KSU
— Gujarat First (@GujaratFirst) April 29, 2024
'નશા સાથે જોડાયેલા લોકો જ આવી વાત કરી શકે'
લોકસભા ચૂંટણી (Lok Sabha election) દરમિયાન આપ નેતા ઉમેશ મકવાણાનાં (Umesh Makwana) નિવેદન પણ યજ્ઞેશ દવેએ કહ્યું કે, હું તેમના નિવેદનને સંપૂર્ણપણે વખોડું છું. નશા સાથે જોડાયેલા લોકો જ આવી વાત કરી શકે છે. માત્ર ભાજપ (BJP) નહીં પણ આખું ગુજરાત પણ આ વાતને નહીં સાંખી લે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, જે પક્ષ નશાના કારોબાર સાથે સંડોવાયેલો હોય તેના ઉમેદવારને નશા સિવાય કાંઈ દેખાતું નથી.
આ પણ વાંચો - C.R.Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીને..!
આ પણ વાંચો - ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ
આ પણ વાંચો - રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…