Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપા નેતા યજ્ઞેશ દવેએ હાર્દિક અને MLA મેવાણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર મુક્યો જાતિવાદનો આરોપ

મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાહોદમાં આવ્યા હતા. જ્યા તેમણે આદિવાસીઓના હક અને અધિકારોના મુદ્દે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી સમાજને રાજ્યમાં તેમના હકો અને તેમની સાથે શું અન્યાય થઇ રહ્યો છે તે વિશે જાણ કરી હતી. તો હવે બીજી તરફ ભાજપ પણ સક્રિય થઇ ગઇ છે. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધીના સંબોધનને લઇને કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવી à
ભાજપા નેતા યજ્ઞેશ દવેએ હાર્દિક અને mla મેવાણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર મુક્યો જાતિવાદનો આરોપ
મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાહોદમાં આવ્યા હતા. જ્યા તેમણે આદિવાસીઓના હક અને અધિકારોના મુદ્દે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે આદિવાસી સમાજને રાજ્યમાં તેમના હકો અને તેમની સાથે શું અન્યાય થઇ રહ્યો છે તે વિશે જાણ કરી હતી. તો હવે બીજી તરફ ભાજપ પણ સક્રિય થઇ ગઇ છે. ભાજપ નેતા યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધીના સંબોધનને લઇને કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવી દીધો છે.

ભાજપ નેતા યજ્ઞેશ દવેએ હાર્દિક પટેલનું નામ લઇ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે ટ્વીટ કરતા કોંગ્રેસ પર સીધુ જ નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, મેં સાંભળ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે, પરંતુ આજે ખબર પડી કે કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે. હાર્દિક પટેલને બે વર્ષની સજા, 32 કેસ અને દસ મહિના જેલમાં બંધ રહ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ જીગ્નેશ મેવાણી નવ દિવસ જેલમાં રહ્યા તો તેમનો ઉલ્લેખ કરી દીધો. 
Advertisement

અહીં ભાજપ નેતા હાર્દિક પટેલ તરફી પોતાની સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. વળી છેલ્લા ઘણા દિવસોથી હાર્દિક પટેલના ભાજપ તરફી એક સારા વલણને ધ્યાનમાં રાખી પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો નવાઇ નથી. ઉલ્લેખનીય છે કે, જે ભાજપ પાર્ટી તરફી હાર્દિકના સૂર ખરાબ હતા તે હવે બદલાઇ ગયા છે અને હાર્દિકે તેમના નેતૃત્વના ખૂબ વખાણ કર્યા હતા. મહત્વનું છે કે, ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે, જેનો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હતો. ત્યારથી જ હાર્દિક પટેલના કોંગ્રેસ છોડી ભાજપમાં જોઇન થવાની અચકળો તેજ બની છે. 
Tags :
Advertisement

.