Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : 'વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે..!' BJP જિ. પં. પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી..!

બનાસકાંઠામાંથી (Banaskantha) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન ભાજપ (BJP) ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય કુમુદબેન જોષીએ (Kumudben Joshi) સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કુમુદ જોષીને 9896416038 નંબર પરથી ફોન આવ્યો હતો અને...
banaskantha    વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે     bjp જિ  પં  પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી

બનાસકાંઠામાંથી (Banaskantha) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન ભાજપ (BJP) ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય કુમુદબેન જોષીએ (Kumudben Joshi) સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કુમુદ જોષીને 9896416038 નંબર પરથી ફોન આવ્યો હતો અને PMO નાં મુખ્ય સચિવ પી. કે મિશ્રાની (P.K. Mishra) ઓળખ આપી પ્રધાનમંત્રી તમારા જેવા સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપવાની વાત કરી હતી. આથી, છેતરપિંડી કરવાની કોશિશ કરી હોવાની આશંકાએ કુમુદ જોષીએ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

PMO ના મુખ્ય સચિવ પી. કે મિશ્રાની ઓળખ આપી

બનાસકાંઠા (Banaskantha) જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય કુમુદબેન જોષી (Kumudben Joshi) સાથે એક વિચિત્ર ઘટના બની છે. કુમુદબેન જોષીએ સાયબર ક્રાઇમમાં (Cyber Crime) પોતાની સાથે છેતરપિંડીના પ્રયાસ થયાં હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, કુમુદબેન જોષીને 9896416038 નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ PMO ના મુખ્ય સચિવ પી. કે મિશ્રાની ઓળખ આપી હતી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી તમારા જેવા સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપવાના છે. ઉપરાંત કહ્યું હતું કે, રાજસ્થાનનાં (Rajasthan) પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) 100 બાંગ્લા બનવતા હોવાથી તેમાંથી એક બંગલો તમને આપવાનો હોવાનું પણ કહ્યું હતું અને વોટ્સઅપમાં બંગલાનાં ફોટા પણ મોકલ્યા હતા.

આ વાત ગુપ્ત રાખવાનું કહી રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું

કુમુદબેન જોષીને (Kumudben Joshi) ફરિયાદમાં વધુ જણાવ્યું કે, ફોન પર સામેની વ્યક્તિએ આ વાત ગુપ્ત રાખવાનું કહીને બાંગ્લા માટે રજિસ્ટ્રેશન કરાવવા તેમ જ જાન્યુઆરીમાં પઝેશન આપવાનું કહ્યું હતું. જો કે, આ કોલ ફેક હોવાનો અને પોતાની સાથે છેતરપિંડી આચારવાની કોશિશ કરાતી હોવાનો કુમુદબેન જોષીને આભાસ થતાં તેમણે સાઇબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે (Banaskantha Police) તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ચાંદીપુરા વાઇરસે વધુ બે માસૂમોનો લીધો ભોગ! પહેલા ઝાડા-ઉલટી થયા પછી..!

Advertisement

આ પણ વાંચો - BHARUCH : આખી રાત પત્ની શોધતી રહી, સવારે પાણીના પ્રવાહમાં પતિનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો - ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ 'Statue of Unity' નિહાળી, સરદાર સરોવર ડેમની પણ લીધી મુલાકાત

Tags :
Advertisement

.